હોમ પેજ / રેસિપી / બિરયાની...

Photo of Buryani by Jhanvi Chandwani at BetterButter
543
5
0.0(0)
0

બિરયાની...

Nov-27-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બિરયાની... રેસીપી વિશે

આપણા બધા ના ઘર માં ભાત અને કોઈ ભી સબ્જી વધી જ જાય છે.. મારા ઘર1માં પણ સોયાબીન ની સબ્જી અને ભાત બન્ને વધી ગયા... પછી મેં એના માંથી મસ્ત બિરયાની બનાવી છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચુરા વાળી સોયાબીન ની સબ્જી. 1 વાટકી
  2. વધેલા ભાત. 1 પ્લેટ
  3. ડુંગળી. 1 લાંબી કટિંગ
  4. ગાજર. 1/2 લાંબી કટિંગ
  5. શિમલા મિર્ચ. 1/2 લાંબી કટિંગ
  6. મટર. 1 નાની વાટકી
  7. મીઠું. સ્વાદ પ્રમાણે
  8. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  9. હળદર. 2 ચુંટકી
  10. જીરું. 1/2 ચમચી
  11. બિરયાની મસાલો. 1ચમચી
  12. કોથમીર. 1 ચમચી
  13. તેલ 4 ચમચી

સૂચનાઓ

  1. સોયાબીન ની સબ્જી અને ભાત લો.
  2. એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય ત્યારે જીરું નાખો અને તેમાં ડુંગળી શિમલા મિર્ચ અને ગાજર નાખી પકાવો. થોડો પિન્ક થાય તેમ મટર નાખવા. પછી મીઠું, મરચું પાવડર, હળદર નાખવી. પછી તેમાં સબ્જી નાખી બરોબર મિક્સ કરવો.
  3. સબ્જી માં તેલ આવી જાય ત્યારે તેમાં ભાત નાખી બિરયાની મસાલો નાખવો અને મિક્સ કરી લેવો..
  4. 2 મિનિટ માટે ઢાંકણ લાગવી ધીમા આંચે મૂકવું... પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલી બિરયાની સર્વ કરવી... ગરમા ગરમ બિરયાની દહીં જોડે લઈ શકાય..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર