હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ના લાડુ

Photo of Leftover Roti Ladoo by Bharti Khatri at BetterButter
1035
6
0.0(0)
0

વધેલી રોટલી ના લાડુ

Nov-27-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ના લાડુ રેસીપી વિશે

આ વધેલી રોટલી માથી બનાવેલ લાડુ છે તે બાળકોને ખૂબ પસંદ આવે છે. વધેલી રોટલી ને મિક્સર મા પીસી તેના ચુરા મા ઘી, ગોળ, ઈલાયચી પાઉડર, તલ અને સુકોમેવો નાખી ને વધુ સ્વાદિષ્ટ બનાવેલ છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૪ વધેલી રોટલી
  2. ૨ ચમચા ગોળ
  3. ૨ ચમચા ઘી
  4. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  5. ૧ ચમચી તલ
  6. ૧/૨ ચમચી સૂંઠ પાઉડર
  7. ૧ ચમચો કાજુ બદામ ઝીણા કાપેલા

સૂચનાઓ

  1. પહેલા સામગ્રી એકઠી કરવી
  2. રોટલી ને થોડી થોડી તવા પર શેકી લેવી.
  3. હવે મિક્સર જાર મા ટુકડા કરી તેને બારીક પીસી લેવુ.
  4. હવે તેમા ઘી, ગોળ, ઈલાયચી પાઉડર નાખી ને ફરીથી એક વાર મિક્સર ચલાવી મિક્સ કરી લેવુ.
  5. આ રીતે મિશ્રણ તૈયાર થશે.
  6. હવે મિશ્રણ ને એક ડીશ મા કાઢી લઈ તેમા તલ, કાજુ બદામ ઝીણા કાપેલા નાખવા.
  7. હવે મિશ્રણ બરાબર મિક્સ કરવુ અને હવે સૂંઠ પાઉડર મિક્સ કરવો.
  8. હવે આ રીતે હાથ થી બધા લાડુ બનાવી લેવા.
  9. હવે તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ વધેલી રોટલી ના લાડુ. લાડુ ને કાજુ બદામ થી સજાવી બાળકો ને પીરસવા. આ લાડુ બાળકો ને ખુબ પસંદ આવે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર