હોમ પેજ / રેસિપી / પનીર જલ વેજીટેબલ સૂપ

Photo of PANEER JAL (WHEY) VEGETABLE SOUP by Deepa Rupani at BetterButter
540
3
0.0(0)
0

પનીર જલ વેજીટેબલ સૂપ

Nov-27-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર જલ વેજીટેબલ સૂપ રેસીપી વિશે

તમે જ્યારે પનીર ઘરે બનાવો ત્યારે પનીર જલ ( whey) નો ઉપયોગ શેમાં કરો છો? કણક તૈયાર કરવા માં, ગ્રેવી માં કે પછી બીજી વાર પનીર બનવા માં.. બરાબર ને? હું પણ એમ જ કરતી હતી તો પણ Whey બચી જ જતું અને આટલુ સ્વાસ્થ્ય થી ભરપૂર જલ ને નકામું વેડફવા નું મન ના થતું એટલે એનો વધારે ઉપયોગ કેમ કરવો એ વિચારતા મારા મન ને સૂપ બનાવા નો વિચાર આવ્યો અને બનાવી નાખ્યું મેં સુપ , શાકભાજી થી ભરપૂર. બનાવામાં એકદમ સરળ અને ઝડપી અને સ્વાદ અને સ્વાસ્થ્ય માં એક નંબર.:relaxed:

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ પનીર જળ
  2. 1 કપ બાફેલા શાક
  3. 2 tbsp 3 કલર ના સિમલા મરચાં ( ઝીણા સુધારેલા)
  4. 1 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  5. 1 tbsp ઝીણો સુધારેલો ફુદીનો
  6. 1 tsp મરી પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. પનીર જલ માં બાફેલા શાક અને મીઠું નાખી ઉકાળો.
  2. એક બે ઉકાળા આવે એટલે સિમલા મરચાં અને મરી પાવડર પણ નાખી દો.
  3. 2 મિનિટ ઉકાળી ગેસ બંધ કરો અને કોથમીર અને ફુદીનો પણ નાખી દો.
  4. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર