હોમ પેજ / રેસિપી / ખિચડી-કઢી સિઝલર

Photo of Khichdi- kadhi sizzler by Avani Desai at BetterButter
562
5
0.0(0)
0

ખિચડી-કઢી સિઝલર

Nov-27-2018
Avani Desai
30 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખિચડી-કઢી સિઝલર રેસીપી વિશે

દરેક ના ઘર માં દરરોજ કંઈક ને કંઈક જમવાનું વધે જ છે.વધેલું ખાવાનું કોઇને ભાવતુ નથી,પણ તેને કંઈક અલગ રીતે સવૅ કરવામાં આવે તો દરેકને ભાવે છે. વધેલી ઠંડી ખિચડી-કઢી ને રીગણ- બટાકા ના શાક અને પાલક ના થેપલા સાથે દેશી સિઝલર બનાવ્યુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • ગ્રીલ્લીંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાઉલ વધેલી ખિચડી
  2. 1/2 બાઉલ વધેલી કઢી
  3. 1/2 બાઉલ રીગણ- બટાકા નું શાક
  4. 1 પાલક- મેથી થેપલા
  5. 4 થી 5 કોબીજ ના પાન
  6. 1 કેપ્સિકમ સ્કુપ કરેલું
  7. 1 ટામેટુ સ્કુપ કરેલું
  8. 2 ટેબલ સ્પૂન બટર

સૂચનાઓ

  1. સિઝલર ટે્ ને 1/2 કલાક ગેસ પર ગરમ થવા દો.
  2. હવે કોબીજ ના પાન ને સિઝલર ટે્ પર અલગ અલગ પાથરો.
  3. હવે સ્કુપ કરેલા કેપ્સિકમ માં કઢી ભરી સિઝલર ટે્ માં પાથરેલી કોબીજ પર મુકો.
  4. એજ રીતે સ્કુપ કરેલા ટામેટા માં શાક ભરી સિઝલર ટે્ માં પાથરેલી કોબીજ પર મુકો.
  5. પાલક- મેથી નું થેપલુ સિઝલર ટે્ પર મુકો.
  6. હવે ગરમ સિઝલર ટે્ માં દરેક બાજુ ફરતુ બટર નાખો .
  7. બટર માં 7મિનીટ બધુ શેકાવા દો.
  8. સિઝલર ટે્ ને લાકડાની ટે્ પર મુકી ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર