હોમ પેજ / રેસિપી / રોટી કબાબ

Photo of ROTI KEBABS by Deepa Rupani at BetterButter
917
10
0.0(0)
0

રોટી કબાબ

Nov-28-2018
Deepa Rupani
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી કબાબ રેસીપી વિશે

પેહલા પણ મેં જણાવ્યું છે કે હું અન્ન બગાડ નો સખત વિરોધ કરું છું. દરેક ના ઘર માં કાઈ ને કાઈ રસોઈ વધતી જ હોઈ છે તેનો બગાડ કર્યા વિના આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ ઊપયોગ જો નવીનતમ રૂપ માં થાય તો તે ઘર ના સભ્યો દ્વારા પણ આવકાર્ય હોય છે. વધેલી રોટલી નાં આપણે કાયમ ખાખરા, ચૂરમું, કે છાસ સાથે વધારતા હોઈએ છીએ. આજે હું વધેલી રોટલી માંથી કબાબ બનાવું છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 6 વધેલી રોટલી
  2. 1 ડુંગળી ઝીણી સુધારેલી
  3. 2 લીલા મરચા ઝીણા સુધારેલા
  4. 1 ટે સ્પૂન આદુ-લસણ પેસ્ટ
  5. 1/4 કપ કોથમીર ઝીણી સુધારેલી
  6. 3 ટે. સ્પૂન ફુદીનો ઝીણો સુધારેલો
  7. 1 ટે. સ્પૂન લાલ મરચું
  8. 1/4 ટી.સ્પૂન હળદર
  9. 1 ટી. સ્પૂન ગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. રોટલી ને પાણી માં એક મિનીટ પલાળી ને કાઢી લો અને હાથે થી દબાવી ને વધારા નું પાણી કાઢી લો.
  2. હવે પલળેલી રોટલી ને હાથ વડે મસળી લો અને તેમાં બાકી ની સામગ્રી નાખી સરખું મિક્સ કરી મસળી ને કણક જેવું બનાવી લો.
  3. હવે તેમાંથી કબાબ તૈયાર કરી નોન સ્ટિક પાન માં થોડું તેલ મૂકી બંને તરફ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.
  4. ગરમ ગરમ કબાબ નો ચટણી, સોસ કે ચા કોફી સાથે આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર