લેફટઓવેર રાઈસ અપ્પે | Leftover Rice Appe Recipe in Gujarati

  ના દ્વારા Harsha Israni  |  28th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Leftover Rice Appe by Harsha Israni at BetterButter
  લેફટઓવેર રાઈસ અપ્પેby Harsha Israni
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   2

   લોકો

  1

  0

  લેફટઓવેર રાઈસ અપ્પે

  લેફટઓવેર રાઈસ અપ્પે Ingredients to make ( Ingredients to make Leftover Rice Appe Recipe in Gujarati )

  • ૧ બાઉલ રાંધેલા ભાત (ચોખા)
  • ૨-૩ ટેબલસ્બપૂન કોપરાની છીણ
  • ૨ ટેબલસ્પૂન રવો
  • ૩-૪ લીલા મરચા(ઝીણા સમારેલા)
  • ૨ ટેબલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)
  • ૭-૮ મીઠા લીમડાના પાન(ઝીણા સમારેલા)
  • ૧/૨ ટી સ્પૂન લીંબુનો રસ
  • ૧ ટુકડો આદુ (છીણેલું)
  • મીઠુ જરુર મુજબ (જો ભાતમાં મીઠુ નાખેલુ હોય તો જરુર હોય તો જ મીઠુ ઉમેરવુ)

  How to make લેફટઓવેર રાઈસ અપ્પે

  1. સૌ પહેલા રાંધેલા ભાત(ચોખા)ને એક મીકસરના જારમાં ૩-૪ પાણી ઉમેરી પીસી લો.જરુર પડે તો ૨ ચમચી પાણી વધારે લઈ શકાય છે .મિશ્રણ તૈયાર કરો.
  2. ત્યાર બાદ ભાતના મિશ્રણમાં રવો,કોપરાની છીણ,લીલા મરચા,આદુ,કોથમીર,લીમડાના પાન,લીંબુનો રસ ,મીઠુ (જરુર પડે તો) ઉમેરી મીકસ કરો.હાથે થોડુ તેલ લગાડી તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળ બનાવી વચ્ચે કાણુ પાડો.
  3. અપ્પે મેકર(સ્ટેન્ડ)ને તેલથી ગ્રીસ કરી બધા જ ગોળા અપ્પે મેકરમાં ગોઠવી ધીમી આંચે સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકવું .
  4. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવીને ફરી ૨ મિનિટ માટે ધીમી આંચે સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકો.
  5. તો તૈયાર છે લેફટઓવર રાઈસ અપ્પે ગેસ બંધ કરી ડીશમાં કાઢી લો.
  6. લેફટઓવર રાઈસ અપ્પેને કોથમીરની ચટની /નાળિયેરની ચટની/ ટામેટા સોસ સાથે પીરસો.

  My Tip:

  ભાતને પીસતી વખતે જરુર મુજબ પાણી લેવું,અપ્પે સ્ટેન્ડ ના હોય તો કટલેટનો આકાર આપી નોનસ્ટીક તવા પર શેકીને કટલેટ તૈયાર કરાય.

  Reviews for Leftover Rice Appe Recipe in Gujarati (0)