હોમ પેજ / રેસિપી / લેફટ ઓવર છોલેપુલાવ

Photo of Leftover chhole pulao by Avani Desai at BetterButter
793
4
0.0(0)
0

લેફટ ઓવર છોલેપુલાવ

Nov-28-2018
Avani Desai
25 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટ ઓવર છોલેપુલાવ રેસીપી વિશે

વધેલા છોલે માં રાઇસ અને શાકભાજી ઉમેરી એક પુલાવ બનાવ્યો છે, જે સ્વાદ માં એકદમ અલગ અને સરસ લાગ છે. આ પુલાવ ને રાયતું અથવા કઢી સાથે પીરસી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિશ્રણ
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલા ઞે્વી વાળા છોલે
  2. 2 બાઉલ બાફેલા રાઇસ
  3. 1/2 કપ કેપ્સિકમ પાતળા લામ્બા સમારેલા
  4. 1/2 કપ ડુંગળી પાતળી લામ્બી સમારેલી
  5. 1/4 કપ ગાજર જીણુ સમારેલું
  6. 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  7. 1 ટી સ્પૂન પાવભાજી મસાલો
  8. 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 ટેબલ સ્પૂન તેલ
  11. 1 ટી સ્પૂન હળદર
  12. 1 તમાલપત્ર
  13. 1/4 ટી સ્પૂન મરી અને લવિંગ

સૂચનાઓ

  1. એક કડાઈમાં તેલ લો.
  2. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, મરી,લવિંગ અને જીરું ઉમેરો.
  3. પછી તેમાં ગાજર, કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી સાતળો.
  4. પછી તેમાં વધેલા છોલે ગે્વી સાથે ઉમેરી 5 મિનિટ સુધી થવા દો.
  5. પછી તેમાં બધા મસાલા, મીઠું અને બાફેલા રાઇસ ઉમેરી બરાબર મિક્ષ કરો.
  6. 5 મિનીટ ઢાંકી ને થવા દો.
  7. ગરમાગરમ છોલે પુલાવ તૈયાર.
  8. છોલે પુલાવ ને દહીં, રાઇતુ અથવા કઢી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર