હોમ પેજ / રેસિપી / લેફટઓવર ઘઉં ના લોટ ના દહીવડા

Photo of Leftover dough Dahi vadas by Lata Lala at BetterButter
647
9
0.0(0)
0

લેફટઓવર ઘઉં ના લોટ ના દહીવડા

Nov-28-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવર ઘઉં ના લોટ ના દહીવડા રેસીપી વિશે

લોટ બાંધેલો દરેક ઘર માં હોય જો એ એક દિવસ અગાઉ બાંધેલો છે અને તમારે ચપાટી ના કરવી હોય તો તેમાં થી દહીં વડા બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પીસવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં ની બાંધેલો લોટ 1 બાઉલ
  2. સૂજી 3 ટેબલ સ્પૂન
  3. બેસન 2 ટેબલ સ્પૂન
  4. ઝીરો 1 ચમચી
  5. ખાવાનો સોડા 1/4 ચમચી
  6. અદરક લસણ મરચાં ની પેસ્ટ 1 ટેબલ સ્પૂન
  7. લાલ મરચું પાવડર જરૂર મુજબ
  8. ધાણા ભાજી થોડીક
  9. ગળ્યું દહીં જરૂર મુજબ
  10. આમલી ગોળ ની ચટણી
  11. પુદીના ચટણી
  12. જીરા પાવડર 1 ટી સ્પૂન

સૂચનાઓ

  1. એક મોટો બોઉલ લઈને ઘઉં નો લોટ તેમાં હાથેથી ફેલાવી નાખો
  2. થોડુંક પાણી નાખો અને બ્લેન્ડર થઈ ફેરવી નાખો
  3. તેમાં સોજી, બેસન, સોડા, મીઠું, લાલ મરચું, જીરું વ ધાણા ભાજી નાખો
  4. જરૂર પડે એટલે થોડું પાણી નાખી દહીવડા જેવો લોટ તૈયાર કરો
  5. હવે કડાઈ માં તેલ ગરમ કરો
  6. આપણે જેમ દહીવડા ઉતારતા હોઈએ તેમ તળી લેવા
  7. દહીવડા તળતી વખત ગેસ ધીમો રાખો
  8. જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો અંદર થી એ કાચા રહી જશે
  9. બધે દહીવડા તળીને એમને નવશેકા પાણી માં નાખો
  10. ગળ્યા દહીં માં મીઠું, જીરા પાવડર, કાપેલી ધાણા ભાજી પુદીના અને ખજૂર આમલી ની ચટણી નાખો
  11. બંને હાથ વચ્ચે દબાવી પાણી કાઢી દહીવડા ગળ્યા દહીં માં નાખો
  12. ફ્રિજ માં ઠંડા કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર