હોમ પેજ / રેસિપી / લેફટઓવર બ્રેડ ની પુડીંગ

Photo of Leftover Bread Pudding  by Lata Lala at BetterButter
72
3
0.0(0)
0

લેફટઓવર બ્રેડ ની પુડીંગ

Nov-29-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવર બ્રેડ ની પુડીંગ રેસીપી વિશે

વધેલી બ્રેડ માં થી બનતી એક ઝટપટ પુડીંગ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • બીજા
  • ફ્રેંચ
  • માઈક્રોવેવિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી બ્રેડ 3 સ્લાઈસ
  2. દૂધ 1/2 કપ
  3. ઈંડુ 1
  4. ખાંડ 2 ચમચી
  5. માખણ 1 ચમચો
  6. મીઠું જરાક
  7. તજ નો પાવડર જરાક
  8. વેનીલા એસ્સેન્સ 2 ટીપા
  9. સાખર/ખાંડ પાક 2 ચમચા
  10. કોફી પાવડર 1/2 ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ કેરામેલ બનાવ માટે ખાંડ ના પાક ને પેન માં લઇ ધીમા તાપે ગરમ કરો.
  2. એમાં કોફી પાવડર નાખી હલાવો.
  3. જો પાક ઘાટું હોય તો 1 ચમચી પાણી નાખો.
  4. જ્યારે ખાંડ નો રંગ બદલાય અને ગોલ્ડન થઈ જાય એટલે ગેસ બંધ કરો.
  5. હવે આ કેરામેલ ને બે રેમકીન્સ માં નાખો.
  6. પુડીંગ માટે બ્રેડ ઉપર દૂધ નાખી એને 5 મિનિટ ભીંજવા રાખો.
  7. પછી એમાં ખાંડ, મીઠું, તજ નો પાવડર અને વનીલા નાખી મિક્સ કરો.
  8. હવે ઈંડુ અને માખણ નાખી સારી રીતે મિક્સ કરો.
  9. આ મિશ્રણ અગાઉ તૈયાર 2 રેમકીન્સ માં નાખો.
  10. 3 મિનિટ માટે માઇક્રો હાઈ કરો.
  11. ટૂથપિક નાખી જુવો જરુર હોય તો હજુ વધારે 20 સેકન્ડ માઇક્રો કરો.
  12. જરાક ઠંડુ થાય એટલે પ્લેટ માં કાઢો અને ઉપરથી કેરામલ રેડી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર