હોમ પેજ / રેસિપી / નૂડલ્સ પોકેટસ

Photo of Noodles Pockets by Leena Sangoi at BetterButter
434
2
0.0(0)
0

નૂડલ્સ પોકેટસ

Nov-29-2018
Leena Sangoi
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નૂડલ્સ પોકેટસ રેસીપી વિશે

ભારતીય પ્રિય નાસ્તો સમોસા અને ચાઇનીઝ નૂડલ્સનું એક મિશ્રણ છે. આ ફ્યુઝન ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ૨ કપ લેફટ ઓવર નૂડલ્સ
  2. ૧૦ થી ૧૨ સમોસા પટી
  3. ૨ ચમચી મેંદા ની પેસ્ટ
  4. નૂડલ્સ સ્ટફિંગ માટે ૨ ચમચી તેલ 
  5. ૨ ચમચી તેલ 
  6. ૧ ચમચી  લસણ પેસ્ટ
  7. ૧/૨ ચમચી આદુ પેસ્ટ
  8. ૩/૪ કપ સમારેલી કોબી 
  9. ૧/૨ કપ  ગાજર 
  10. ૧/૪ કપ ફ્રેન્ચ બીન્સ
  11. ૧/૪ કપ લીલી ડુંગળી
  12. ૧/૪ કપ કેપ્સિકમ
  13. ૧ ચમચી સોયા સોસ 
  14.  ૧ ચમચી સરકો 
  15. ૧/૨ ચમચી કાળા મરી પાવડર 
  16. સ્વાદ માટે મીઠું 
  17. સેઝવાન નૂડલ્સ ટેસ્ટ મેકર
  18. તળવા માટે તેલ 
  19. પીરસવા માટે ટમેટા સોસ ,સેઝવાન સોસ,ચીલી સોસ

સૂચનાઓ

  1. એક પેન માં તેલ ગરમ કરી આદુ અને લસણ અને ઉમેરી થોડી મિનિટો માટે સાતળો.
  2. કોબી, ગાજર, ફ્રેન્ચ બીન્સ ,કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરો અને ધીમી જ્યોત પર ૫ મિનિટ માટે સાતળો.
  3. નૂડલ્સ ઉમેરો અને તેને ધીમે ધીમે મિક્સ કરી દો.
  4. સોયા સોસ, સરકો, કાળા મરી પાવડર, મીઠું ઉમેરો.
  5. સેઝવાન નૂડલ્સ ટેસ્ટમેકર ઉમેરો.
  6. મિક્સ કરી એક મિનિટ માટે કુક કરો. જ્યોતમાંથી દૂર કરો.
  7. નૂડલ્સ પોકેટસ બનાવવા માટે મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરો અને એક બાજુ રાખો.
  8. પોકેટસ બનાવવા માટે સમોસા પટી ને હાફ કટ કરો.
  9. વચ્ચે મેંદા ની પેસ્ટ લગાવી + જેવું બનાવી નૂડલ્સ નાખો.
  10. પછી બધી બાજુ ફોલ્ડ કરી મેંદા ની પેસ્ટ થી સીલ કરી લો.
  11. આ રીતે બધા પોકેટસ તૈયાર કરી લો.
  12. ગરમ તેલમાં મધ્યમ જ્યોત પર નૂડલ્સ પોકેટસ બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન તળી લો.
  13. ટમેટા સોસ ,સેઝવાન સોસ,ચિલી સોસ ના મિશ્રણ સાથે નૂડલ્સ પોકેટસ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર