હોમ પેજ / રેસિપી / રાઈસ ના વેજીટેબલ વડાં

Photo of Rice vegetables  Vada by Mital Viramgama at BetterButter
179
3
0.0(0)
0

રાઈસ ના વેજીટેબલ વડાં

Nov-29-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ ના વેજીટેબલ વડાં રેસીપી વિશે

રાઈસ વેજીટેબલ વડાં લેફટઓવર ભાત માંથી બનાવ્યા છે. આમા મલ્ટી ગ્રેઇન ફ્લાવર અને વેજીટેબલ નો ઉપયોગ કરેલો છેં જેથી ખૂબજ હેલ્થી લેફટઓવર ડીસ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ લેફ્ટઓવર રાઇસ
  2. 2ટેબલ સ્પૂન ધઉં નો કરકરો લોટ
  3. 2ટેબલ સ્પૂન ચણાનો લોટ
  4. 2ટેબલ સ્પૂન બાજરી નો લોટ
  5. 2ટેબલ સ્પૂન મકાઇ નો લોટ
  6. એક ગાજર જીણુ ખમણેલું
  7. 2ટેબલ સ્પૂન લીલા વટાણા પીસેલા
  8. 4ટેબલ સ્પૂન મેંથી ઝીણી સમારેલી
  9. 4ટેબલ સ્પૂન પાલક ઝીણી સમારેલી
  10. 2ટેબલ જીણી સમારેલી કોથમીર
  11. 1ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  12. 1ટેબલ સ્પૂન તલ
  13. 1/2ટી સ્પૂન હળદર
  14. 1ટી સ્પૂન લાલ મરચું
  15. નીમક સ્વાદ અનુસાર
  16. તળવા માટે તેલ
  17. લીંબુ નો રસ

સૂચનાઓ

  1. પહેલાં વધેલાં રાઇસ મા બધાં લોટ નાંખી દેવાના
  2. પછી વેજીટેબલ બધાં સમારેલા મીકસ કરી દો
  3. હવે આદુ મરચાં ની પેસ્ટ હળદર નીમક સ્વાદ અનુસાર અને લાલ મરચું તલ થોડા બધું નાખી લોટને સરખાઇ થી મીક્સ કરી લેવો.
  4. લોટ બાંધવામાં પાણી ની જરુર નથી વેજીટેબલ નું પાણી છુટે તેનાથી લોટ બંધાય જશે.
  5. પછી તેલ ગરમ કરી તેલ મીડીયમ ગરમ થાય એટલે હાથમાં પુરી જેવડું લૂવુ લઇને હાથથી વડાં નો શેઇપ આપી દો. ઉપર થોડા તલ છાંટી દેવા.
  6. પછી વડાં ગરમ તેલમાં કીસપી તળવા ના.
  7. હવે બધા વડાં આવી રીતે બનાવી લેવાના.
  8. પછી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર