હોમ પેજ / રેસિપી / તુરીય ની છાલ નું લોટિયું

Photo of BESANWALI TURAI ( RIDGE GIURD PEEL) by Deepa Rupani at BetterButter
0
2
0(0)
0

તુરીય ની છાલ નું લોટિયું

Nov-30-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુરીય ની છાલ નું લોટિયું રેસીપી વિશે

સામાન્ય રીતે આપણે શાક ની છાલ નો ઉપયોગ કરતા નથી, એ જાણવા છતાં કે તેમાં પણ ખૂબ જ પોષક તત્ત્વો હોઈ છે. આપણે દૂધી, તુરીય, કાકડી, કારેલા ની છાલ નો ઉપયોગ કરવો જોઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ તુરીય ની છાલ ( ધોઈ ને ઝીણી સમારેલી)
  2. 2 tbsp બેસન
  3. 2 લીલા મરચા (ઝીણા સમારેલા)
  4. 1/4tsp રાઈ
  5. ચપટી હિંગ
  6. 1 tbsp તેલ
  7. 1/4 tsp હળદર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ તેલ ગરમ મૂકી રાઈ નાખો, તતળે એટલે હિંગ અને હળદર નાખી છાલ અને લીલા મરચાં નાખો.
  2. થોડું ચડે એટલે થોડું પાણી અને મીઠું નાખી થોડી વાર, છાલ ને ચડવા દો.
  3. પછી બેસન નાખી ,ગઠ્ઠા ના પડે તેમ સરખું મિક્સ કરી લો. અને ધીમી આંચ પર થોડી વાર ચડવા દો.
  4. તેલ છૂટું પડી જશે અને સ્વાદિષ્ટ લોટિયું તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર