હોમ પેજ / રેસિપી / Leftover Roti delight in choco cup

Photo of Leftover Roti delight in choco cup by Harsha Israni at BetterButter
70
10
0.0(1)
0

Leftover Roti delight in choco cup

Nov-30-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • ભારતીય
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. પૂરણ માટે -
 2. ૭-૮ નંગ રોટલી (વધેલી)
 3. ૪ ટેબલસ્પૂન મિલ્કમેડ
 4. ૪ ટેબલસ્પૂન મિલ્ક પાવડર
 5. ૩-૪ ટી સ્પૂન દળેલી ખાંડ (જરુર મુજબ)
 6. ૨ ટેબલ સ્પૂન કાજુ-બદામના ટુકડા
 7. ૧/૪ ઈલાયચી પાવડર
 8. ચોકલેટ કપ માટે-
 9. ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
 10. સજાવવા માટે -
 11. ૮-૧૦ નંગ ચેરી
 12. ચોકલેટ

સૂચનાઓ

 1. સૌ પહેલા ડાર્ક ચોકલેટને ડબલ બોઈલ કરી અથવા ૧ મિનિટ માટે માઈક્રોવેવ માં ઓગાળી લો.ત્યાર બાદ સિલિકોન કપના મોલ્ડમાં થોડી ચોકલેટ નાખી આખા કપમાં ફેલાવી દો અને વધારાની ચોકલેટ કાઢી નાખો. જાડુ પડ બનાવવું.પછી બધા જ કપ ફ્રીજમાં ૧૦ મિનિટ માટે સેટ થવા માટે મૂકો.
 2. એક મિકસરના જારમાં રોટલીના ટુકડા કરી ભુક્કો બનાવો.
 3. તૈયાર છે રોટલીનો ભુક્કો
 4. એક બાઉલમાં રોટલીનો ભુક્કો ,મિલ્કપાવડર ,મિલ્ક મેડ,ઈલાયચી પાવડર ,દળેલી ખાંડ(જરુર મુજબ),કાજુ -બદામના ટુકડા નાખીને મીકસ કરો.તૈયાર છે પૂરણ .
 5. ફ્રીજમાં સેટ કરેલા કપને સિલીકોન કપમાંથી હળવા હાથે કાઢવા જેથી ટૂટે નહિ.
 6. તૈયાર કરેલા ચોકલેટ કપમાં તૈયાર કરેલું પૂરણ ઉમેરો .ઉપર ચેરી અને ચોકલેટથી સજાવો અને ૧૦ મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ કરીને પીરસો.
 7. તૈયાર છે લેફટઓવેર ડિલાઈટ ઈન ચોકો કપ .

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Nov-30-2018
Varsha Joshi   Nov-30-2018

Yummy

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર