હોમ પેજ / રેસિપી / વધેલા ઉપમા ના દહીં વડા

Photo of leftover Upma Dahivada by Kalpana Parmar at BetterButter
769
6
0.0(0)
0

વધેલા ઉપમા ના દહીં વડા

Nov-30-2018
Kalpana Parmar
7 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા ઉપમા ના દહીં વડા રેસીપી વિશે

જેમ આપણે વધેલા ભાત ના દહીંવડા તો બધા બનાવતાજ હોઈએ છે પણ વધેલા ઉપમા ના સ્ટફ ઉપમા મેં જયારે બનાવ્યા બધા ને ખુબજ ભાવ્યા હવે તો હું ઉપમા બનવું તો વધારે બનાવી બીજે દિવસે દહીંવડા જરૂર થી બનાવું છું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઉપમા
  2. સ્ટફિંગ માટે
  3. 1 ચમચી સમારેલી ડુંગરી
  4. 1 ચમચી સ્વીટ કોર્ન બાફેલી
  5. 1 ચમચી ગાજર સમારેલું
  6. 1 ચમચી કેપ્સિકમ સમારેલું
  7. 1/2 ચમચી આદુંમરચાંની પેસ્ટ.
  8. 1 નાની ચમચી તેલ
  9. 1/2 નાની ચમચી લીંબુ નો રસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તળવા માટે તેલ
  12. 2 કપ મોળું દહીં
  13. 2 મોટી ચમચી ખાંડ
  14. લાલ મરચું જરૂર મુજબ
  15. જીરા પાવડર જરૂર મુજબ
  16. મરી પાવડર જરૂર મુજબ
  17. લીલાં ધાણા સમારેલા જરૂર મુજબ
  18. સર્વ માટે મીઠી ચટણી
  19. સર્વ કરવા માટે ઝીણી સેવ

સૂચનાઓ

  1. એક કડાઈ માં 1 નાની ચમચી તેલ ગરમ કરવું તેમાં ડુંગરી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું.
  2. આદુ મરચાની પેસ્ટ નાખવી 1 મિનિટ ચડવા દેવું ગાજર ,સ્વીટ કોર્ન, કેપ્સિકમ નાખીને 1 મિનિટ ચડવા દેવું
  3. મીઠું નાખવું લીંબુનો રસ નાખવો ગેસ બંધ કરવો લીલા ધાણા નાખવા.
  4. ઉપમાને મિક્સર માં જરૂર પડે તો થોડું દૂધ કે પાણી નાખીને પેસ્ટ કરી લેવી
  5. ઉપમા ને હાથ થી થેપીને વચ્ચે એક ચમચી સ્ટફિંગ મૂકીને બોલ બનાવી લો
  6. ગરમ તેલ માં તળી લો
  7. દહીં માં ખાંડ મીઠું નાખીને ફેટી લો સેર્વિંગ બાઉલ માં ઉપમા ના વડા મૂકીને ઉપર થી દહીં નાખો
  8. લાલ મરચું મરી પાવડર જીરા પાવડર છાંટો મીઠી ચટણી ઝીણી સેવ ને લીલા ધાણા થી ગાર્નીસ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર