હોમ પેજ / રેસિપી / રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ

Photo of Rice Balls Manchurian Shots by Leena Sangoi at BetterButter
0
8
0(0)
0

રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ

Nov-30-2018
Leena Sangoi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ રેસીપી વિશે

વધેલા ભાત માં થી બોલસ બનાવી મંચુરિયન ગ્રેવી સાથે ટ્વિસ્ટ ખૂબ જ સરસ ટેસ્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. રાઈસ બોલ તૈયાર કરવા માટે: ૧ કપ લેફટ ઓવર રાઈસ /વધેલા ભાત
  2. ૧/૪ કપ ગાજર સમારેલા
  3. ૧/૪ કપ કોબી સમારેલી
  4. ૧/૪ કપ કેપ્સિકમ
  5. ૧/૪ કપ ડુંગળી
  6. ૧ ટી સ્પૂન સોયા સોસ
  7. ૧ ટી સ્પૂન ચિલી સોસ
  8. ૨ ટેબલસ્પૂન મેદો
  9. ૨ ટેબલસ્પૂન મકાઈનો લોટ
  10. ૧/૪ ટી સ્પૂન  આદુ-લસણ પેસ્ટ
  11. ૧/૪ ટી સ્પૂન કાળા મરી પાવડર
  12. તળવા માટે તેલ
  13. મંચુરિયન ગ્રેવી તૈયાર કરવા માટે:૧ ટીસ્પૂન તેલ
  14. ૧ ટીસ્પૂન આદુ લસણ પેસ્ટ
  15. ૧/૨ કપ લીલી ડુંગળી 
  16. ૧/૪ કપ કેપ્સિકમ કયુબસ
  17. ૧-૨ ચમચી ચિલી સોસ
  18. ૨-૩ ટીસ્પૂન સોયા સોસ 
  19. ૧ કપ પાણી
  20. ૧/૪ ટીસ્પૂન કાળા મરી 
  21. સ્વાદ માટે મીઠું
  22. મકાઈ સ્ટાર્ચ તૈયાર કરવા માટે: ૨ ટીસ્પૂન મકાઈનો લોટ
  23. ૧/૪કપ પાણી

સૂચનાઓ

  1. રાઈસ બોલસ માટે -પેન માં તેલ ગરમ કરી ગાજર, કોબી ,કેપ્સિકમ.અને ડુંગળી સાતળો.
  2. સોયા સોસ એક ટીસ્પૂન ઉમેરો.
  3. રેડ ચિલી સોસ,આદુ લસણ પેસ્ટ અને કાળા મરી પાવડર ઉમેરો. 
  4. લેફટ ઓવર રાઈસ ઉમેરો.
  5. સારી રીતે રાઈસ અને વેજીસ મિકસ કરો.
  6. હવે મેંદો અને મકાઈનો લોટ ઉમેરો.
  7. કણક બનાવો.
  8. હવે નાના નાના બોલ બનાવો અને એક બાજુ રાખો.
  9. અપમ પેન ગરમ કરી તેલ લગાવો અને બોલસ નાખો.
  10. ફ્રાઈડ રાઈસ બોલસ બન્ને બાજુ થી સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  11. રાઈસ મંચુરિયન ગ્રેવી:મોટા પેનમાં,તેલ ગરમ કરો.
  12. આદુ લસણપેસ્ટ ઉમેરો. થોડો સમય માટે saute કરો.
  13. પછી ડુંગળી ઉમેરો અને એક મિનિટ માટે saute કરો.
  14. કેપ્સિકમ ઉમેરી તેજ ફલેમ પર સાતળો.
  15. હવે રેડ ચિલી સોસ અને સોયા સોસ ઉમેરો.
  16. મકાઈ સ્ટાર્ચ ઉમેરો. કોર્ન સ્ટાર્ચ તૈયાર કરવા માટે૧/૪ કપ પાણી સાથે ૨ ચમચી મકાઈનો લોટ મિકસ કરો.
  17. એક કપ પાણી ઉમેરો અને એક બોઇલ આવે પછી પણ કોર્ન સ્ટાર્ચ ઉમેરી શકો છો.
  18. જો તમે વધુ સ્વાદિષ્ટ સ્વાદ પસંદ કરો છો, તો વધુ સોયા સોસ અને રેડ ચિલી સોસ ઉમેરો.
  19. સારી રીતે મિશ્રણને બોઈલ કરો.મરી અને મીઠું ઉમેરો.
  20. મંચુરિયન ગ્રેવી તૈયાર છે.
  21. શોટ્સ ગ્લાસ લો.
  22. મંચુરિયન ગ્રેવી નાખો.
  23. રાઈસ બોલસ માં ટૂથપિક નાખી શોટ્સ ગ્લાસ ઉપર રાખી કેપ્સિકમ થી ગાર્નિશ કરો.
  24. રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ નો આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર