હોમ પેજ / રેસિપી / તરબૂજ ની છાલ નો હલવો

Photo of Watermelon rind halwa by Lata Lala at BetterButter
447
4
0.0(0)
0

તરબૂજ ની છાલ નો હલવો

Nov-30-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તરબૂજ ની છાલ નો હલવો રેસીપી વિશે

તમને વિશ્વાસ ન થયું ને. હા આ હલવો તરબૂજ ની છાલ ની અંદર સફેદ ભાગ હોય ને એમાં થી બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. તરબૂજ ની છાલ ની અંદર ની સફેદ ભાગ ખમણેલ 1 કપ
  2. ઘી 2 ચમચા
  3. દૂધ 3/4 કપ
  4. કંડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
  5. મિલ્ક પાવડર 1 ટેબલ સ્પૂન
  6. ખસખસ 1 ચમચી
  7. પિસ્તા 4
  8. એલચી પાવડર ચપટી

સૂચનાઓ

  1. તરબૂજ કાપીને એનો લાલ ભાગ કાઢી લો.
  2. હવે છાલ ની અંદર નો સફેદ ભાગ ખમણી લેવો.
  3. બે હાથ ની વચ્ચે દબાવી ને એનો પાણી કાઢી નાંખો.
  4. એક પેન માં ઘી ગરમ કરો.
  5. તેમાં ખમણીને પાણી કાઢેલો તરબૂજ નો સફેદ ભાગ સાંતળો.
  6. તેમાં ખસખસ ઉમેરી સાંતળો.
  7. જ્યારે સુધી એનો રંગ બદલાય અને સુનહરી થઈ જાય ત્યારે એમાં દૂધ નાખો.
  8. દૂધ માં ઉકાળો આવે એટલે તેમાં કડેન્સ્ડ મિલ્ક નાખો.
  9. થોડી વાર પછી એમાં મિલ્ક પાવડર ઉમેરો.
  10. એલચી પાવડર નાખો.
  11. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંદ કરો.
  12. તેમાં પિસ્તા ની કતરણ ભભરાવો.
  13. હલવો તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર