હોમ પેજ / રેસિપી / પૌષ્ટિક સુખડી

Photo of Healthy sukhdi by Varsha Joshi at BetterButter
387
1
0.0(0)
0

પૌષ્ટિક સુખડી

Dec-01-2018
Varsha Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌષ્ટિક સુખડી રેસીપી વિશે

આ સુખડી શિયાળામાં શરીર માટે ટોનિકનુ કામ કરે છે.

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘંઉનો લોટ ૨૫૦ ગ્રામ
  2. ૩૫૦ ગ્રામ ચોખ્ખું ઘી
  3. તજ, લવિંગ, ઈલાયચી પાવડર
  4. કાજુ બદામનો ભૂકો
  5. ગોળ ૪૦૦ ગ્રામ
  6. તલ ૨ ચમચી
  7. ખાવાનો ગુદર ૫૦ ગ્રામ

સૂચનાઓ

  1. સૌપ્રથમ સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો અને ગુદર તળીને કાઢી લો
  3. ત્યારબાદ ગરમ ઘીમાં લોટ શેકો
  4. લોટ બરાબર બદામી રંગનો અને સુગંધ આવે ત્યાં સુધી શેકો.
  5. હવે ગેસ ની આચ ધીમી કરી અને શેકેલા લોટમાં ગોળ ઉમેરો
  6. બરાબર હલાવતા જાવ એટલે લોટમાં ગોળ સરસ મિક્સ થઈ જશે
  7. હવે તે મિશ્રણમા તળેલો ગુદર નાખો ફરી બરાબર હલાવો
  8. ત્યારબાદ કાજુ બદામનો ભૂકો અને તેજાના પાવડર ઉમેરો
  9. બરાબર હલાવો
  10. ગેસ બંધ કરી અને કડાઈમાંથી એક પહોળા વાસણમાં આ સુખડીનું મિશ્રણ કાઢી લો
  11. ત્યારબાદ મિશ્રણને પહોળા વાસણમાં બરાબર તવેથાથી ફેલાવી અને દબાવી દો
  12. તેના પર તલ ભભરાવી દો
  13. તૈયાર છે પૌષ્ટિક શિયાળુ પાક સુખડી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર