હોમ પેજ / રેસિપી / વધેલા લોચા ના બર્ગર

Photo of Leftover lochoo burger by Dimpal Patel at BetterButter
488
4
0.0(0)
0

વધેલા લોચા ના બર્ગર

Dec-01-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા લોચા ના બર્ગર રેસીપી વિશે

આજના જમાનામાં બાળકોને ફાસ્ટ ફૂડ જ ખૂબ ભાવે. લોચો વધ્યો હતો તો બર્ગર બનાવી દીધું. ખૂબ ટેસ્ટી લાગ્યું બધા ને.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. લોચો - ૧૧/૨ કપ
  2. બર્ગર બન - ૬
  3. ઝીણા કાપેલા કાંદા - ૩ મોટી ચમચી
  4. ઝીણા કાપેલા કેપ્સીકમ - ૩ મોટી ચમચી
  5. માયોનિઝ - ૩ મોટી ચમચી
  6. કોથમીર ની ચટણી - ૩ મોટી ચમચી
  7. ટોમેટો કેચપ - ૩ મોટી ચમચી
  8. લોચો મસાલો - ૩ મોટી ચમચી
  9. ચીઝ ક્યુબ - ૩ થી ૪

સૂચનાઓ

  1. બર્ગર બન ને કાપી લેવા. બંને બાજુ માયોનિઝ , કોથમીરની ચટણી અને ટોમેટો કેચપ લગાડવો.
  2. એક બાજુ પર લોચો મુકવો.
  3. લોચાની ઉપર કાપેલા કાંદા અને કાપેલા કેપ્સીકમ મૂકવા.
  4. બંને બાજુ ચીઝ છીણી લેવું.
  5. ચીઝની ઉપર લોચાનો મસાલો છાંટવો.
  6. આ બર્ગર બનને ૧૦ મિનિટ પ્રીહીટ કરેલા ઓવનમાં ૭ થી ૮ મિનિટ માટે મુકવા.
  7. ઓવનમાંથી બન બહાર કાઢી લેવા. પછી લોચાવાળા બનને બીજા બન ના ભાગથી ઢાંકી દેવા.
  8. ટોમેટો કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર