હોમ પેજ / રેસિપી / ક્લબ વડા

Photo of Club Vada by Anjali Kataria at BetterButter
506
4
0.0(0)
0

ક્લબ વડા

Dec-03-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્લબ વડા રેસીપી વિશે

ક્લબ વડા પાલકની ભાજી, મેથી ની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર, ફૂદીનો, ગાજર વગરે નાખીને બનાવ્યા છે. આ ઉપરાંત તેમાં ઢોકળા નો લોટ, ચણા નો લોટ અને જુવાર-બાજરી નો લોટ પણ ઉમેર્યો છે. આ વડા વિવધ લીલી ભાજી અને વિવિધ લોટ નું મિશ્રણ હોવા થી મે તેને ક્લબ વડા નામ આપ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧/૨ કપ બારીક સમારેલી મેથી ની ભાજી
  2. ૧/૨ કપ બારીક સમારેલી તાંદળજાની ભાજી
  3. ૧/૨ કપ બારીક સમારેલી પાલક ની ભાજી
  4. મુઠ્ઠી ભરીને બારીક સમારેલી કોથમીર
  5. ૧/૪ કપ બારીક સમારેલ ફુદીનો
  6. ૧/૨ કપ ખમણેલું ગાજર
  7. ૧ કપ ઢોકળા નો લોટ
  8. ૧/૨ કપ ચણા નો લોટ
  9. ૧/૨ કપ જુવાર બાજરી નો લોટ
  10. જરૂરત મુજબ પાણી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧/૨ નાની ચમચી મરચું પાવડર
  13. ૧/૨ નાની ચમચી ધાણા જીરૂ પાવડર
  14. ૧/૨ નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ
  15. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક વાસણ લો.
  2. હવે તેમા બારીક સમારેલી પાલક, મેથી, તાંદળજાની ભાજી નાખો.
  3. કોથમીર, ફુદીનો અને ખમણેલું ગાજર પણ નાખો.
  4. ઢોકળા, ચણા અને જુવાર બાજરી નો લોટ ઉમેરો.
  5. સ્વાદ અનુસાર મીઠું, આદું મરચા ની પેસ્ટ, ધાણા જીરૂ પાઉડર ઉમેરો.
  6. હવે હાથ વડે બધી સામગ્રી ને બરાબર મિક્સ કરી લો.
  7. મિશ્રણ લચકા જેવું હોવું જોઈએ.
  8. જરૂર પડે તો છાસ અથવા પાણી ઉમેરો.
  9. ખાટીયા વડા જેવો વડા નો લોટ તૈયાર કરો.
  10. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  11. હવે પાટલી લો.
  12. તેની ઉપર કોટન નો ભીનો રૂમાલ પાથરો.
  13. એક બાઉલ મા પાણી ભરો.
  14. તેલ ગરમ થાય એટલે પાણી વાળો હાથ કરી ને વડા નું થોડું મિશ્રણ લઈ ને તેને પાટલી ઉપર મૂકો.
  15. હાથ વડે તેને થાબડી લો.
  16. જરૂર પડે તો હાથ ને પાણી મા ભીના કરતા રહો.
  17. આ પ્રકારે વડા બને એટલે તેલ મા તળો.
  18. બને તરફ બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો.
  19. આ પ્રકાર બધા વડા બનાઈ લો.
  20. ગરમા ગરમ ક્લબ વડા દહી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર