હોમ પેજ / રેસિપી / હર્બ પનીર

Photo of HERBS PANEER by Deepa Rupani at BetterButter
438
6
0.0(0)
0

હર્બ પનીર

Dec-03-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હર્બ પનીર રેસીપી વિશે

વધેલા દૂધ નો તમે બીજા દિવસે શેમાં ઉપયોગ કરો છો? ચા બનાવામાં કે દહીં બનાવામાં? મારા ઘરે આ બંને બનાવામાં રાત ના દૂધ નો ઉપયોગ નથી થતો, હું તેનું પનીર બનાવું છું. આપણે સૌ ઘરે પનીર બનાવતા જ હોય છે પણ આજે મેં હર્બ પનીર બનાવ્યું છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લિટર દૂધ
  2. 1 લીંબુ
  3. 1 tsp મીઠું
  4. 1 tsp મરી નો કરકરો પાવડર
  5. 1 tbsp ઓરેગાનો
  6. 1 tbsp ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ મુકો, ઉભરો આવા ની તૈયારી હોઈ ત્યારે મીઠું તથા બીજા herbs નાખીને હલાવો.
  2. પછી લીંબુ નો રસ થોડો થોડો કરી ને નાખો. અને હલાવતા રહો.
  3. હવે દૂધ ફાટવા લાગશે, ગેસ બંધ કરીને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી પૂરું દૂધ ફાટી ના જાય.
  4. હવે ગરણી પર મલમલ નું કપડું રાખી ફાટેલું દુધ એમા નાખી, કપડું બધી બાજુ થઈ ભેગું કરીથોડુ નીચોવી લો અને પનીર સરખું કરી વજન મૂકી અને 2 કલાક જેવું રાખી, નિતરવા દો.
  5. ત્યારબાદ તમારો ગમતો આકાર આપી ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર