હોમ પેજ / રેસિપી / વઘારેલો રોટલો

Photo of SPICED PEARL MILLET FLAT BREAD by Deepa Rupani at BetterButter
567
2
0.0(0)
0

વઘારેલો રોટલો

Dec-04-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલો રોટલો રેસીપી વિશે

શિયાળો આવે એટલે બાજરી ના રોટલો, ઢેબરાં આપણા રસોડા માં સ્થાન લઇ લે છે. જ્યારે રોટલા વધી જાય ત્યારે તેમાં ઘી ગોળ ઉમેરી ખાઈએ છીએ અથવા તેને વધારીએ પણ છીએ. મારા ઘર માં વઘરેલો રોટલો એટલો પસંદ છે કે એના માટે વધારે રોટલા બનાવા પડે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 વધેલા બાજરી ના રોટલા
  2. 1 સુધારેલી ડુંગળી
  3. 8 કળી સુધારેલું લસણ
  4. 5 સુધારેલા લીલા મરચા
  5. 1 tsp ઝીણું સુધારેલું આદુ
  6. 2 કપ દહીં
  7. 1 tsp હળદર
  8. 1 tsp રાઈ
  9. 1 tsp જીરું
  10. ચપટી હિંગ
  11. 2 tbsp તેલ
  12. 2 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. રોટલા નો હાથ વડે ભૂકો કરી લો. બહુ ઝીણો ના કરવો.
  2. દહીં ને વલોવી લેવું.
  3. તેલ ગરમ મૂકી, રાઇ, જીરું, હિંગ નાખી ડુંગળી સાંતળો. થોડી સંતળાઈ એટલે લીલા મરચા , લસણ અને આદુ પણ નાખો.
  4. હળદર નાખી સરખું મિક્સ કરો, ત્યાર બાદ રોટલા નો ભૂકો, દહીં અને મીઠું પણ નાખી દો. સારી રીતે મિક્સ કરો.
  5. જરૂર લાગે તો થોડું પાણી નાખવું. 2 મિનિટ રહી કોથમીર નાખી, મિક્સ કરી ગેસ બંધ કરવો.
  6. ગરમ ગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર