હોમ પેજ / રેસિપી / હોમમેડ આટા નુડલ્સ

Photo of HomemadeAatta Noodles by Hetal Sevalia at BetterButter
632
3
0.0(0)
0

હોમમેડ આટા નુડલ્સ

Dec-04-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હોમમેડ આટા નુડલ્સ રેસીપી વિશે

લગભગ દરેક ઘરમાં રોટલી ની કણક તો વધતી જ હોય છે. આજે એજ કણક માં થી આપણે નૂડલ્સ બનાવીશું. જે એકદમ ટેસ્ટી ની સાથે હેલ્ધી બનશે. બાળકો ને ભૂખ લાગે ત્યારે ફટાફટ બની જતો ગરમાગરમ નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલી રોટલી ની કણક
  2. 4 ટેબલ સ્પૂન ગાજર ની છીણ
  3. 4 ટેબલ સ્પૂન લાબું સમારેલું કોબીજ
  4. 4 ટેબલ સ્પૂન લીલી ડુંગળી
  5. 4 ટેબલ સ્પૂન લાબું સમારેલું કેપ્સિકમ
  6. 1 ટેબલ સ્પૂન કેચઅપ
  7. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ
  8. 1 ટેબલ સ્પૂન સોયાસોસ
  9. 1/2 ચમચી સમારેલાં લસણ
  10. 1/2 ચમચી સમારેલાં લીલાં મરચાં
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 3 ટેબલ સ્પૂન તેલ

સૂચનાઓ

  1. એક કઢાઈમાં પાણી લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરી ઉકળવા મૂકો.સેવ ના સંચા માં તેલ લગાવી કણક મૂકી એક ડીશમાં નૂડલ્સ પાડી લો.પાણી ઉકળે એટલે નૂડલ્સ તેમાં મૂકી 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર બોઈલ કરી લો.
  2. જો તમને ફાવે તો તમે સીધા જ ઉકળતા પાણી ની અંદર પણ નૂડલ્સ પાડી શકો છો.
  3. ઉકળી ગયા પછીબહાર કાઢી 5 મિનિટ ઠંડા પાણી માં રાખી નિતારી લો.
  4. તૈયાર છે નૂડલ્સ.
  5. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લસણ અને મરચાં સાતળી લો.ત્યારબાદ વેજીટેબલ ઉમેરી 2 મિનિટ ફાસ્ટ ગેસ પર સાતળી લો તેમાં મીઠું ઉમેરો.
  6. હવે બધા સોસીસ ઉમેરો. નૂડલ્સ ઉમેરો બરોબર મિક્સ કરો.
  7. ઉપર થી લીલી ડુંગળી ઉમેરી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર