વધેલી રોટલી નો ચેવડો | Leftover Roti Chiwda Recipe in Gujarati

  ના દ્વારા Bharti Khatri  |  4th Dec 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Leftover Roti Chiwda by Bharti Khatri at BetterButter
  વધેલી રોટલી નો ચેવડોby Bharti Khatri
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   5

   મીની
  • પીરસવું

   2

   લોકો

  2

  0

  વધેલી રોટલી નો ચેવડો

  વધેલી રોટલી નો ચેવડો Ingredients to make ( Ingredients to make Leftover Roti Chiwda Recipe in Gujarati )

  • ૫-૬ વધેલી રોટલી
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચો શીંગદાણા
  • ૧ ચમચો તલ
  • ૧-૨ લીલામરચા કાપેલા
  • ૧ ડાળી કઢીલીમડો
  • ૧ વાટકી પાલક સેવ
  • ૧ વાટકી ઉસલ સેવ
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી ચાટ મસાલો
  • ૨ ચમચી તેલ
  • ચપટી હીંગ
  • ૧ ચમચી ખાંડ
  • સ્વાદમુજબ મીંઠુ

  How to make વધેલી રોટલી નો ચેવડો

  1. પહેલા રોટલી ના આ રીતે નાના ટુકડા કરવા પૌંવા જેવા.
  2. તલ, કઢીલીમડો અને શીંગદાણા,લીલા મરચા સમારી લેવા.
  3. હવે તેલ ગરમ કરી તેમા જીરુ તટડાવી ચપટી હીંગ નાખવી.
  4. હવે તેમા કઢીલીમડો, સમારેલા લીલામરચા,શીંગદાણા, તલ,અને હળદર મિક્સ કરી થોડી વાર શેકાવા દેવુ.
  5. હવે તેમા રોટલી નો ચુરો નાખી તેમા લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો, મીંઠુ, ખાંડ મિક્સ કરીને ને બરાબર ધીમી આંચ પર શેકવુ જ્યા સુધી તે પૌંવા ની જેમ કુરકુરી થઈ જાય.
  6. હવે ઠંડુ થાય એટલે તેમા ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવુ.
  7. હવે એક પ્લેટ મા પિરસવુ અને તેમા પાલક સેવ, ઉસલ સેવ ને આપણા મનગમતા ફરસાણ મિક્સ કરી ચા, કોફી, દુધ સાથે મજા માણી શકો છો. તૈયાર છે ચટપટો રોટલી ચેવડો.

  My Tip:

  આપ ચાહો તો તેમા દાડમદાણા,ઝીણી કાપેલી ડુંગળી,ઝીણાકાપેલા ટામેટા, દહીં,લસણ,કોથમીર ચટણી મિક્સ કરી ચટપટી રોટલી ચાટ ખાઈ શકો છો

  Reviews for Leftover Roti Chiwda Recipe in Gujarati (0)