હોમ પેજ / રેસિપી / બ્રેડ ઉત્તપમ

Photo of BREAD UTTAPAM by Deepa Rupani at BetterButter
382
4
0.0(0)
0

બ્રેડ ઉત્તપમ

Dec-04-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ઉત્તપમ રેસીપી વિશે

આપણા વડીલો પાસે થી હું એટલું શીખી છુ કે અન્ન નો બગાડ કરવો નહીં. વધેલી બ્રેડ ના આપણે ટોસ્ટ, crums, ઉપમા વગેરે બનાવીએ છીએ. આજે હું વધેલી બ્રેડ થઈ ઉત્તપમ બનાવીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 બ્રેડ ની સ્લાઈસ
  2. 1/2 કપ ચોખા નો લોટ
  3. 1 કપ રવો
  4. 1 કપ દહીં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. વઘાર માટે તેલ
  7. ઉત્તપમ માટે તેલ/ઘી/માખણ
  8. વઘાર માટે:
  9. 1 tsp રાઈ
  10. 1 ડુંગળી ની પતલી સ્લાઈસ
  11. 2 ઝીણા સુધારેલા મરચા
  12. 10-12 લીમડા
  13. 2 tbsp ઝીણી સુધારેલી કોથમીર

સૂચનાઓ

  1. બ્રેડ ની કિનારી કાપી 2-3 મિનિટ પાણી માં પલાળી દો.
  2. પછી બધું પાણી દબાવી ને કાઢી લો. અને તેની પેસ્ટ બનાવી લો.
  3. આ પેસ્ટ માં રવો, ચોખા નો લોટ, દહીં નાખી ફરી ગ્રાઇન્ડ કરી લો જેથી સરસ ખીરું તૈયાર થઈ જાય.
  4. વઘાર માટે તેલ મૂકી, વઘાર ની સામગ્રી થી વઘાર કરી ખીરા માં ઉમેરી મિક્સ કરો
  5. મીઠું અને કોથમીર પણ નાખી દો.
  6. હોવી લોઢી તપાવી, ઉત્તપમ બનાવી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર