હોમ પેજ / રેસિપી / વધેલા ભાત ની કેક

Photo of leftover rice cake by Kalpana Parmar at BetterButter
444
5
0.0(0)
0

વધેલા ભાત ની કેક

Dec-04-2018
Kalpana Parmar
9 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા ભાત ની કેક રેસીપી વિશે

વધેલા ભાત ને દહીં થી બનાવેલી કેક ખાવા માં ખુબજ સરસ લાગે છે આમ તો વધેલા ભાત ને દહીં કોઈ ખાવા તૈયાર ના હોય પણ જો આ રીતે બનાવીને આપો તો કોઈ ના નહિ પાડે ..,

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ વધેલા ભાત
  2. 2 ચમચી ડુંગરી ઝીણી સમારેલી
  3. 1 ચમચી ગાજર ઝીણું સમારેલું
  4. 1 ચમચી સ્વીટ કોર્ન બાફેલાં
  5. 1 ચમચી કેપ્સિકમ ઝીણું સમારેલું
  6. 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  7. મીઠું સ્વાદપ્રમાણે
  8. 1 ચમચી તેલ
  9. 1 બાફેલું બટાકું ઝીણેલું
  10. 1 ચમચી લીલા ધાણા સમારેલાં
  11. 1/2 ચમચી ફુદીનાની પત્તી
  12. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  13. 1/2 કપ હંગ કર્ડ (દહીં નો મઠો )

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં ડુંગરીને ગુલાબી રંગની સાતરીલો
  2. તેમાં આદુ મરચાની પેસ્ટ ગાજર કેપ્સિકમ સ્વીટ કોર્નનાખીને 1 મિનિટ સાંતળો
  3. બાફેલું બટાકું ઝીણી ને નાખો મીઠું નાખીને બરાબર મિક્સ કરો
  4. વધેલો ભાતને લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરો ગેસ બંધ કરીને ઠંડુ થાય એટલે મિક્સ જાર માં દરદરુ પીસી લો
  5. એક પ્લેટ માં રિંગ મોલ્ડ મૂકી ભાત નું મિશ્રણ મોલ્ડમાં 3/4 જેટલું દબાવીને પાથરી દો ફ્રિજ માં ઠંડુ થવા માટે મુકો
  6. હંગ કર્ડ ને બરાબર ફેટી લો તેમાં મીઠું નાખો મિક્સ કરો
  7. ભાત ના મિશ્રણ પર હંગ કર્ડ પાથરી દો ફ્રિજ માં 1 કલાક માટે મુકો
  8. 1 કલાક પછી ફ્રિજ માંથી કડીને અનમોલ્ડ કરો ઉપર ફુદીનાની પત્તી ને ચીલી ફ્લેક્સ થી ગાર્નીસ કરી ઠંડી ઠંડી કેક સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર