હોમ પેજ / રેસિપી / ચંદન ચકોરી

Photo of Chandan chakori by Purvi Patel at BetterButter
50
2
0.0(0)
0

ચંદન ચકોરી

Dec-05-2018
Purvi Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચંદન ચકોરી રેસીપી વિશે

ગુજરાતીઓ ના ધરે રોટલી લગભગ રોજ બનતી જ હોય છે . કયારેક વધતી પણ હોય છે. વધેલી રોટલી માથી બનતી સૌથી જલદી અને સૌ ને મજા પડી જાય એવી વાનગી એટલે ચંદન ચકોરી .

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • ઉકાળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. વધેલી રોટલી ૫ થી ૬ નાના કટકા
 2. છાસ ૩થી ૪ગ્લાસ
 3. ૧/૨ ચમચી રાય
 4. ૧/૨ ચમચી જીરુ
 5. ૧/૨ ચમચી હીંગ
 6. ૨ સૂકા મરચા
 7. ૫ થી ૬ પાન મીઠો લીમડો
 8. ૧ ચમચી હળદર
 9. ૨ ૧/૨ ચમચી લાલ મરચું
 10. ૨ લીલા મરચા ની નાની સમારેલી કટકી
 11. ૩ ચમચી ગોળ
 12. ૧/૨ ચમચી ગરમ મસાલો
 13. મીઠું સ્વાદઅનુસાર
 14. ૬ કળી લસણ ની નાની સમારેલી કટકી
 15. ૪ ચમચી તેલ
 16. સજાવટ માટે કોથમીર

સૂચનાઓ

 1. સૌ પેલા કડાઇ મા તેલ ગરમ કરવા મૂકવું . ગરમ થાય એટલે તેમાં સૂકા મરચા , રાઇ , જીરુ ,લીમડો અને હીંગ ઉમેરી હલાવવું .
 2. પછી લસણ નાંખી સાંતળવું ત્યારબાદ મરચા ની કટકી , નાંખી ૧ મીનીટ ચડવા દેવું . પછી તેમાં છાસ નાખવી ત્યાર બાદ હળદર , મીઠું અને ગોળ નાંખી હલાવવું .
 3. ત્યાર બાદ તેમાં વધેલી રોટલી ના કટકા ઉમેરી ને ચડવા દેવું . પછી તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાંખી હલાવવું . બરાબર ચડી જાય પછી કોથમીર થી સજાવી ને ગરમા ગરમ પરોસવુ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર