BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ભાત અને કોથમીર ના વડા

Photo of Bhat Kothmir Na Vada by Purvi Patel at BetterButter
0
1
0(0)
0

ભાત અને કોથમીર ના વડા

Dec-05-2018
Purvi Patel
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાત અને કોથમીર ના વડા રેસીપી વિશે

લગભગ બધા ના ઘરે ભાત બનતા જ હોય છે ને ક્યારેક વધતા પણ હોય છે તો તેને ફેંકી દેવા કરતા તેમાથી કાંઈક નવું શીખીયે . આજે હું ખૂબ સ્વાદિષ્ટ એવા ભાત અને કોથમીર ના વડા ની રેસિપી બતાવુ છું. કાંઈક નવું જ અને સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી એવા આ વડા બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે ,જેને કોઈ પણ સમય પર સર્વ કરી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ રાંધેલો ભાત
  2. 3/4 કપ ઝીણી સમારેલી કોથમીર
  3. 3 ચમચા ભાખરી નો લોટ
  4. 1 ચમચો ચણા નો લોટ
  5. 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. 2 ચમચા તેલ
  7. ચપટી ખાવાનો સોડા
  8. અડધું લીંબુ
  9. 1 ચમચી મરચું
  10. 1 ચમચી ધાણાજીરું
  11. 1/4 ચમચી હળદર
  12. ચપટી હિંગ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૪ થી ૫ ચમચી તલ

સૂચનાઓ

  1. એક બાઉલ માં ભાત અને કોથમીર લો. અને તેમાં બેઉ લોટ ઉમેરો અને બધા મસાલા મિક્સ કરો. તેમાં સોડા અને તેની ઉપર લીંબુ નો રસ નાખી બધું હળવા મિક્સ કરો. તેલ વાળા હાથ કરી ને નાનાં વડા બનવી લો. વડા ઉપર તલ લગાવી લો . તમે ઇચ્છો તો વહેલા બનાવી ને ફ્રીઝ માં રાખો .
  2. આ વડા ને ધીમી આંચ પર ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  3. ગરમા ગરમ આ વડા સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો. બાળકો ને ટિફિનબોક્સ માં પણ ચીઝ સ્પ્રેડ જોડે પણ આપી શકાય છે. આ વડા ઠંડા પણ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર