BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વેજીટેબલ લસાનીયા

Photo of Veg.lasagne by Hetal Sevalia at BetterButter
248
4
0(0)
0

વેજીટેબલ લસાનીયા

Dec-05-2018
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ લસાનીયા રેસીપી વિશે

લસાનીયા એ મેંદા ની શીટ થી બનતી હોય છે. આજે મેં એને લેફટઓવર ભાખરી માં થી બનાવ્યા છે. જે એટલું ટેસ્ટી લાગે છે કે ખબર પણ ના પડશે કે ભાખરી માં થી બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • સ્ટર ફ્રાય
  • બેકિંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 લેફટ ઓવર ભાખરી
  2. ચીઝ જરૂર મુજબ
  3. ***વ્હાઇટ સોસ:-
  4. 2 ચમચી બટર
  5. 1 ચમચી મેંદો
  6. 1.5 કપ દૂધ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 કયુબ ચીઝ
  9. 1/4 ચમચી મરી પાવડર
  10. 1/4 ચમચી ઓરેગાનો
  11. *** રેડ સોસ:-
  12. 1 ચમચી તેલ
  13. 6-7 ટામેટાં
  14. 1/2 ચમચી લાલ મરચું
  15. 1/2 ચમચી ચિલી ફલેકસ
  16. 1/4 ચમચી ઓરેગાનો
  17. 1/4 ચમચી લસણની પેસ્ટ
  18. 1/2 ચમચી ખાંડ
  19. 1/2 ચમચી ચીલી સોસ
  20. 1 ચમચી કેચઅપ
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ***વેજ.સ્ટફિંગ:-
  23. 2 ચમચી તેલ
  24. 1/2 ચમચી ચોપ લસણ
  25. 1 ચમચી ચોપ લીલાં મરચાં
  26. 1 ડુંગળી
  27. 1 ગાજર
  28. 2 બોઈલ બટાકા
  29. 1/2 મકાઈના દાણા
  30. 1/2 કપ સમારેલી પાલક
  31. 1/2 કેપ્સિકમ
  32. 1/4 ચમચી ઓરેગાનો
  33. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. *** વ્હાઇટ સોસ:- એક પેનમાં બટર લઈ મેંદો સાતળો. તેમાં દૂધ ઉમેરો. ગાઠા ન પડે તેનું ધ્યાન રાખવું. ચીઝ,મીઠું, મરી, ઓરેગાનો ઉમેરો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. મિડીયમ થીકનેસ રાખવી. થીક થઈ જાય તો થોડું દૂધ ઉમેરી લેવું.
  2. ***રેડ સોસ:- ટામેટાં ને ઉકળતા પાણી માં બોઈલ કરી લો.ઠંડા પડે એટલે છાલ ઉતારી પીસી લો.હવે એક પેનમાં તેલ લઈ લસણ સાતળો. ટામેટાં નો પલ્પ ઉમેરી બધી સામગ્રી ઉમેરો. એક ઉબાલ આવે એટલે ઉતારી લો.મિડીયમ થીકનેસ રાખવી.
  3. ***વેજ.માટે:- દરેક વેજ.ને એકસરખા સેઈપ માં કાપી લો. મેં એકસરખા મિડીયમ ડાઈસ માં કટીંગ કર્યું છે. એક પેનમાં તેલ મૂકી લસણ,મરચાં સાતળી લો.વેજ.ઉમેરી મીઠું ઉમેરો.પાણી બળી જાય એટલે ઓરેગાનો ઉમેરી ઉતારી લો.
  4. હવે ઓવન ને 180 ડિગ્રી એ 10 મિનિટ માટે પ્રિહીટ કરવા મૂકી દો.
  5. હવે એક બેકિંગ ડીશ લો.તેમાં પહેલાં થોડો રેડ સોસ પાથરો. હવે તેના પર ભાખરી મૂકો.તેના પર રેડ સોસ પાથરો .પછી તેના પર વ્હાઈટ સોસ રેડો. તેના પર વેજ.પાથરો. ચીઝ ભભરાવો. હવે ફરી થી ભાખરી મૂકો.તેના પર રેડ સોસ,વ્હાઇટ સોસ,વેજ.,ચીઝ ફરી થી ભાખરી મૂકી એ જ સ્ટેપ કરો. લાસ્ટ ભાખરી મૂકી તેના પર રેડ સોસ,વ્હાઈટ સોસ અને ચીઝ ભભરાવી પ્રિહીટેડ ઓવનમાં 200 ડિગ્રી એ 25 મિનિટ બેક કરી લો.
  6. બહાર કાઢી ઉપર થી ઓરેગાનો, ચિલી ફલેકસ અને કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર