હોમ પેજ / રેસિપી / ખીચડી વડા

Photo of KHICHDI VADA by Deepa Rupani at BetterButter
1060
1
0.0(0)
0

ખીચડી વડા

Dec-05-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચડી વડા રેસીપી વિશે

ખીચડી એ આપણા ગુજરાતીઓ નું માનીતું ભોજન છે. જો કે બિન ગુજરાતી પણ ખીચડી ને પસંદ કરવા લાગ્યા છે. હવે તો ખીચડી ને રાષ્ટ્રીય કક્ષા માં સ્થાન મલી ગયું છે. વર્ષોથી થી વધેલી ઠંડી ખીચડી ને આપણે તેલ, અથાણાં ના કેલ સાથે ખાતા આવ્યા છીએ. આજે આપણે વધેલી ખીચડી ના સ્વાદિષ્ટ વડા બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ વધેલી ઠંડી મગ ની દાળ ની સાદી ખીચડી
  2. 3-4 tbsp બેસન
  3. 2 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  4. 4 ઝીણા સુધારેલા લીલા મરચા
  5. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. શેલો ફ્રાય માટે તેલ
  8. ચાટ મસાલો

સૂચનાઓ

  1. બધી સામગ્રી ને હળવા હાથે મિક્સ કરી લો.
  2. હાથ ને તેલ વાળા કરી લો અને હાથ માં લીંબુ જેટલું મિશ્રણ લઇ વડા બનાવો.
  3. નોન સ્ટિક તવી પર થોડા તેલ સાથે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરો.
  4. ચાટ મસાલો સ્પ્રીંકલ કરો.
  5. બહાર થી ક્રિસ્પી અને અંદર થઈ નરમ એવાં આ વડા ને ચટણી, સોસ સાથે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર