હોમ પેજ / રેસિપી / લેફટઓવેર રોટી ચીપ્સ વીથ ટોમેટો સાલસા ડીપ

Photo of Leftover Roti chips with tomato salsa Dip by Harsha Israni at BetterButter
713
5
0.0(0)
0

લેફટઓવેર રોટી ચીપ્સ વીથ ટોમેટો સાલસા ડીપ

Dec-05-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવેર રોટી ચીપ્સ વીથ ટોમેટો સાલસા ડીપ રેસીપી વિશે

આ ચીપ્સ વધેલી રોટલીમાંથી બનાવી છે. ટોમેટો સાલસા સાથે રોટી ચીપ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બની પણ જલ્દી જાય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ભારતીય
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચીપ્સ માટે-
  2. ૫-૭ વધેલી રોટલી
  3. ૨ ટેબલ સ્પૂન ચાટ મસાલો
  4. તેલ (તળવા માટે)
  5. .ટોમેટો સાલસા-
  6. ૨-૩ નંગ ટામેટા
  7. ૧ નંગ ડુંગળી
  8. ૧/૨ નંગ શીમલા મરચુ
  9. ૨-૩ લસણની કળી
  10. ૧-૨ લીલા મરચા
  11. ૧ ટેબલસ્પૂન કોથમીર
  12. ૧/૪ ટી-સ્પૂન જીરુ પાવડર
  13. ૧/૪ ટી સ્પૂન કાળી મરી પાવડર
  14. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પહેલા રોટલીને ત્રિકોણ આકારમાં ચપ્પુ કે પીઝા કટર વડે કાપી લો.
  2. એક કઢાઈમાં તેલ ગરમ કરી કાપેલી રોટલીઓને ધીમી આંચે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો અને ટીશુ પેપર પર કાઢી લો અને ચાટ મસાલો ભભરાવી દો. તૈયાર છે રોટી ચીપ્સ .
  3. એક મીકસરના જારમાં ટામેટા,શીમલા મરચું,ડુંગળી,લીલા મરચું,કોથમીર,લસણની કળી,મીઠુ,કાળી મરી પાવડર,જીરુ પાવડર ઉમેરી પીસી લો.તૈયાર છે ટોમેટો સાલસા ડીપ .
  4. તૈયાર છે લેફટઓવર રોટી ચીપ્સ વીથ ટોમેટો સાલસા ડીપ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર