હોમ પેજ / રેસિપી / કાજુ ગુલાબ કુલ્ફી ઇન રોઝ આઇસ બાઉલ

Photo of Kaju gulab kulfi in rose ice bowl by Devi Amlani at BetterButter
50
1
0.0(0)
0

કાજુ ગુલાબ કુલ્ફી ઇન રોઝ આઇસ બાઉલ

Dec-05-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ગુલાબ કુલ્ફી ઇન રોઝ આઇસ બાઉલ રેસીપી વિશે

આજે મેં ખીર બપોરે બનાવેલી હતી જે વધતા રાતે તેમાંથી કાજુ ગુલાબ ગુલ્ફી બનાવેલી છે છે આ ગુલાબની પાંખડીઓ સેટ કરીને આઈસ બાઉલમાં ડેકોરેટ કરી છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • ગુજરાત
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 બાઉલ ખીર
 2. 1 બાઉલ દૂધ
 3. 1 નાની ચમચી રોજ એસેન્સ
 4. 1 ચમચી રોઝ સીરપ
 5. ,1 ચમચી કાજુ પાઉડર
 6. 2 ચમચી મિલ્ક પાવડર
 7. થોડી ફ્રેશ ગુલાબની પાંખડીઓ
 8. જરૂર પ્રમાણે ખાંડ

સૂચનાઓ

 1. સૌપ્રથમ વધેલી ખીરને મિક્સરમાં ક્રશ કરીને એક સાઈડ રાખી દો
 2. હવે એક તપેલીમાં દૂધ લઈ ગેસ ઉપર ઉકાળો
 3. દૂધ ઉકળતા અડધો રહે ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર અને કાજુ પાઉડર એડ કરો
 4. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ખીર એડ કરો
 5. હવે તેમાં રોઝ એસેન્સ અને રોઝ સીરપ તેમજ થોડી ગુલાબની પાંખડીઓ કાપી ને એડ કરો
 6. હજુ ૫ થી ૧૦ મિનીટ ઉકળવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો અને જરૂર હોય તો ખાંડ ઉમેરો રોઝ એસેન્સ ના લીધે ખાંડ ની જરૂર નહિ પડે પરંતુ જો ઘરમાં વધારે મીઠું જોઈતુ હોય તો ખાંડ એડ કરવી અને ધ્યાન રાખો કે ખીર માં પણ ઓલરેડી ખાંડ હોય છે
 7. મિશ્રણ જ્યારે એકદમ ઠંડુ થાશે ત્યારે થોડુંક ઘટ્ટ થશે
 8. આ મિશ્રણને kullfi ના mould અથવા તો કન્ટેઈનર ના માં ઉમેરો
 9. હવે આ મિશ્રણને એક દમ ફિટ બંધ કરી ૭ થી ૮ કલાક માટે ફ્રીઝરમાં રાખો
 10. કુલ્ફી ને સવૅ કરવા માટે એક બાઉલ લો તેમાં પાણી ભરો અને થોડી ગુલાબની પાંખડીઓ ભભરાવો અને ફ્રીઝરમાં સેટ કરો
 11. સાતથી આઠ કલાક બાદ સેટ થઈ ગઈ હતી અને કુલ્ફી કરવા માટેનો baul પણ સેટ થઈ ગયો હશે
 12. હવે હવે કુલ્ફી ને મોડ માંથી બહાર કાઢીને રોજ બાઉલમાં સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર