હોમ પેજ / રેસિપી / #લેફ્ટ ઓવર- જૈન ફ્રેન્કી

Photo of Leftovers Jain Frenky by Mumma's kitchen at BetterButter
624
1
0.0(0)
0

#લેફ્ટ ઓવર- જૈન ફ્રેન્કી

Dec-05-2018
Mumma's kitchen
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

#લેફ્ટ ઓવર- જૈન ફ્રેન્કી રેસીપી વિશે

આપણે ત્યાં રોજ ની રસોઈ મા કંઈ ને કંઇ વાનગી વધતી જ હોય છે તેમા ખાસ કરીને રોટલી તો વધતી જ હોય છે, તો આજે મે આ વધેલી રોટલી નો ઉપયોગ એક ફ્રેન્કી બનાવવા માટે કર્યો છે, બીજી બધી વાનગી બનાવવા કરતા ફ્રેન્કી ખુબ જ ઝડપ થી બની જાય છે અને બાળકો ને ખુબ પસંદ આવે છે જનરલી આપણે બટાકા ની ફ્રેન્કી બનાવીએ છીએ પરંતુ આજે મે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 6-8 રોટલી
  2. 4 નંગ કાચા કેળા
  3. 1/2 કપ બારીક સમારેલી કોબી
  4. 1/2 કપ બારીક સમારેલી પાલક
  5. 1/2 કપ ખમણેલુ ગાજર
  6. કોથમીર
  7. બારિક સમારેલા લીલા મરચાં
  8. 1 ચમચી ગરમ મસાલો
  9. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. 1 કપ બ્રેડ ક્રમ
  12. 3-4 ટેબલસ્પૂન તેલ
  13. 4-5 ટેબલસ્પૂન લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કેળા ને પ્રેશરકુકર મા બાફી લો અને તેની છાલ ઉતારી લો અને તેનો માવો તૈયાર કરી લો
  2. ત્યાર બાદ તેમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા અને કોબી, ગાજર, પાલક અને કોથમીર ઉમેરો
  3. હવે તેને હળવા હાથે મિક્સ કરી લો અને પુરણ તૈયાર કરી લો
  4. ત્યાર બાદ તેના એકસરખા લાંબા રોલ વાળી લો
  5. તેને બ્રેડ ક્રમ મા રગદોળી લો
  6. તૈયાર કરેલા રોલ એક નોન સ્ટિક તવા મા થોડુ તેલ મૂકી ને બદામી રંગ ના શેકી લો
  7. હવે આ તૈયાર કરેલા રોલ ને રોટલી પર લીલી ચટણી લગાવી થોડુ પાલક કોબી અને ગાજર નુ ખમણ મુકી ને ટાઈટ રોલ વાળી લો
  8. રોલ ને તવા પર બંને બાજુ તેલ લગાવીને તેને ગુલાબી રંગ ના શેકી લો અને તેને ગરમા ગરમ ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર