હોમ પેજ / રેસિપી / પાલક પનીર

Photo of Palak paneer by Harsha Israni at BetterButter
717
13
0.0(0)
0

પાલક પનીર

Dec-06-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર રેસીપી વિશે

આ ડીશની ગ્રેવીમાં પાલકની પેસ્ટ ઉમેરીને ગી્ન ગ્રેવી બનાવી છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ગ્રેવી માટે-
  2. ૫૦૦ ગ્રામ પાલક
  3. ૪ નંગ મીડીયમ ડુંગળી
  4. ૩ નંગ મીડીયમ ટામેટા (સમારેેલા)
  5. ૫-૬ કળી લસણ
  6. ૧ ટુકડો આદુ
  7. ૧ ટી-સ્પૂન ખાંડ
  8. ૧ ટી સ્પૂન લાલ મરચુ પાવડર
  9. ૧/૨ ટી -સ્પૂન હળદર
  10. ૨ ટી-સ્પૂન ગરમ મસાલો
  11. મીઠુ જરુર મુજબ
  12. વગાર માટે-
  13. ૨ મોટા ચમચા તેલ
  14. ૧ તજનો ટુકડો
  15. ૧ નંગ તમાલપત્ર
  16. ૫૦૦ ગ્રામ પનીર (ચોરસ નાના ટુકડા)
  17. સજાવવા માટે -
  18. છીણેલુ પનીર

સૂચનાઓ

  1. સૌ પહેલા પાલકને ધોઈને સમારી લો. એક તપેલીમાં ૨ કપ પાણી લઈ પાલકને ૧૦ મિનિટ માટે બાફી લો.ગૈસ બંધ કરી પાલકને પાણી માંથી કાઢી ઠંડી પાડીને મીકસરના જારમા ખાંડ ઉમેરી પીસી લો.તૈયાર છે પાલકની પેસ્ટ.
  2. ડુંગળીને લાંબી સમારી લો.એક કઢાઈમાં ૨ ચમચી તેલ લઈ ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.ગેસ બંધ કરી ઠંડી પડવા દો.
  3. એક મીકસરના જારમાં સાંતળેલી ડુંગળી,ટામેટા,લસણ,આદુ ઉમેરી પીસીને પેસ્ટ તૈયાર કરો.
  4. એક કઢાઈમાં તેલ ગરમ કરી તજ,તમાલપત્ર નાખી ડુંગળીની પેસ્ટ ઉમેરી ધીમી આંચે ૫ મિનિટ સાંતળો .પછી લાલ મરચુ,મીઠુ,ગરમ મસાલો,હળદર ઉમૈરો.ત્યાર બાદ પાલકની પેસ્ટ ઉમેરી ૫ મિનિટ સાંતળો.જરુર પડે તો ૧/૨ કપ પાણી ઉમેરો.
  5. પનીરના ટુકડાને ગરમ પાણીમાં ૫ મિનિટ માટે મૂકી તૈયાર કરેલી ગ્રેવી માં નાખી દો.૫ મિનિટ માટે ધીમી આંચે પનીરને ગ્રેવીમાં મીકસ થવા દો.તેલ છુટ્ટુ પડે ત્યારે ગેસ બંધ કરી દો.
  6. તૈયાર છે પાલક પનીર છીણેલા પનીરથી સજાવીને ગરમ ગરમ રોટલી કે નાન સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર