હોમ પેજ / રેસિપી / તિરંગા વેજ

Photo of Tiranga Veg by Rani Soni at BetterButter
996
16
0.0(0)
0

તિરંગા વેજ

Dec-06-2018
Rani Soni
900 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિરંગા વેજ રેસીપી વિશે

તિરંગા વેજ 3 અલગ અલગ ગ્રેવી બનાઈ બટાકા અને પનીર ના શેકેલા બોલ્સ ઉમેરી પિરસવા માં આવી છે. થોડો સમય માંગી લે છે આ રેસિપી પણ ટેસ્ટ અેકદમ યુનિક લાગશે. કાજુ -ડુંગળી ની વ્હાઇટ ગ્રેવી,પાલક ની ગ્રીન અને ડુંગળી ટામેટા ની ગ્રેવી બનાઈ તિરંગા રંગ સમાન ડીશ માં મૂકી સાથે બોલ્સ મૂકયાં છે.તમે પણ બનાવજો આ સબજી સહુ કોઈ ને જરુર પસંદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. વ્હાઇટ ગ્રેવી માટે:
  2. 4 ચમચી કાજુ ગરમ પાણીમાં પલાળેલ (1/2 કલાક માટે)
  3. 1 મોટી ડુંગળી સમારેલ
  4. 1 ચમચી આદુ-લસણ પેસ્ટ
  5. 2-3 લીલા મરચા
  6. 2 ચમચી મલાઈ
  7. ચપટી અેલચી પાવડર
  8. સ્વાદમુજબ મીઠું
  9. 1/2 નાની ચમચી સફેદ મરી પાવડર
  10. 2 ચમચી મિકસ કાજુ ટુકડાઓ,કિસમિસ
  11. 1/2 ચમચી કસુરી મેથી
  12. 1 ચમચી કોથમીર
  13. 2 ચમચી તેલ
  14. ગ્રીન ગ્રેવી માટે:
  15. 2 કપ પાલક સમારેલ
  16. 2 ચમચી બટર
  17. 2 નાની ચમચી આદુ-લસણ પેસ્ટ
  18. 2 ડુંગળી ની પેસ્ટ
  19. 2 લીલા મરચા
  20. 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  21. 1 ચમચી લીંબુનો રસ
  22. સ્વાદ મુજબ મીઠું
  23. 1 ચમચી છીણેલું પનીર
  24. રેડ ગ્રેવી માટે :
  25. 2 ચમચી છીણેલું પનીર
  26. 2 મધ્યમ કદ ડુંગળી પેસ્ટ
  27. 3 મોટા કદના ટામેટાં પેસ્ટ
  28. 1 ચમચી આદુ-લસણ પેસ્ટ
  29. 2 લીલા મરચાં પેસ્ટ
  30. 1/2 કપ મલાઈ
  31. 1 ચમચી કેપ્સિકમ સમારેલ
  32. 1 ચમચી લાલ મરચું પાવડર
  33. 1/2 ચમચી હળદર પાવડર
  34. 1 ચમચી ધાણા પાવડર
  35. 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  36. સ્વાદ મુજબ મીઠું
  37. 1 ચમચી કસુરી મેથી
  38. 1 ચમચી કોથમીર
  39. 2 ચમચી તેલ
  40. 2 ચમચી બાફેલા વટાણા
  41. બૉલ્સ માટે :
  42. 2 બાફેલ બટાકા
  43. 1/2 કપ પનીર
  44. સ્વાદમુજબ મીઠું
  45. 1/4 ચમચી ગરમ મસાલા
  46. 1 સમારેલ લીલા મરચાં
  47. ચપટી ચાટ મસાલા
  48. 1 પાપડ નો ભૂકો
  49. 1 ચમચી કોર્નફલોર
  50. 1 ચમચી તેલ
  51. 2 ચમચી ચીઝ

સૂચનાઓ

  1. વ્હાઇટ ગ્રેવી બનાવવા:
  2. એક પેન ગરમ કરો
  3. તેમાં ડુંગળી નાંખી ગોલ્ડન બ્રાઉન સુધી ફ્રાય કરો ગેસ બંધ કરો ઠંડું કરો
  4. હવે ડુંગળી, મરચાં,આદુ-લસણને મિકસર જાર માં મૂકી પેસ્ટ બનાવો
  5. પલાળેલ કાજુની પણ પેસ્ટ બનાવો
  6. પેનમાં તેલ ગરમ કરી ડુંગળી પેસ્ટ ઉમેરો સારી રીતે સાંતળો
  7. એલચી પાવડર ઉમેરો
  8. હવે કાજુ પેસ્ટ ઉમેરો અને સાંતળો
  9. 1/2 કપ પાણી ઉમેરો
  10. ઓછી જ્યોત પર 5-7 મિનિટ માટે સાંતળો
  11. મલાઈ, મીઠું અને સફેદ મરી પાવડર ઉમેરો સારી રીતે મિકસ કરો
  12. હવે કિસમિસ, દ્રાક્ષ, કસુરી મેથી ઉમેરો સારી રીતે મિકસ કરો
  13. કોથમીર ઉમેરો ગેસ બંધ કરો
  14. સફેદ ગ્રેવી તૈયાર છે
  15. ગ્રીન ગ્રેવી માટે:
  16. 4 કપ ઉકળતા પાણીમાં સમારેલ પાલક નાંખી 2 મિનીટ ઉકાળો
  17. તેને ઠંડા પાણીમાં 10 મિનિટ માટે મૂકો
  18. પાણી માંથી નિતારી
  19. મિકસર જાર માં પાલક લીલાં મરચાં નાંખી પેસ્ટ બનાવો
  20. એક પેન માં બટર ગરમ કરો
  21. તેમાં ડુંગળી પેસ્ટ ઉમેરો અને સોનેરી ફ્રાય કરો
  22. આદુ-લસણની પેસ્ટ ઉમેરો
  23. પાલક પ્યુરી અને મીઠું ઉમેરો
  24. સારી રીતે મિકસ કરો
  25. છીણેલું પનીર ઉમેરો
  26. 4-5 મિનિટ માટે કુક કરો
  27. લીંબુનો રસ અને ગરમ મસાલો ઉમેરો અને ગેસ બંધ કરો
  28. ગ્રીન ગ્રેવી તૈયાર છે
  29. રેડ ગ્રેવી માટે:
  30. એક પેન માં તેલ લો
  31. તેમાં આદુ-લસણ પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો એક મિનિટ માટે સાંતળો
  32. ડુંગળી પેસ્ટ ઉમેરો અને સાંતળો જ્યાં સુધી તે સોનેરી બની જાય
  33. હવે ટમેટા પ્યુરી ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો
  34. કેપ્સિકમ ઉમેરો
  35. હવે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર ઉમેરો અને સારી રીતે મિકસ કરી
  36. હવે મીઠું અને થોડું પાણી ઉમેરો મિકસ કરો
  37. હવે મલાઇ ઉમેરો અને 2-3 મિનિટ માટે સાંતળો
  38. છીણેલ પનીર ઉમેરી મિકસ કરો
  39. ગરમ મસાલા પાવડર , કસૂરી મેથી નાંખો મિકસ કરો
  40. કોથમીર નાંખી ગેસ બંધ કરો
  41. રેડ ગ્રેવી તૈયાર છે
  42. બૉલ્સ બનાવવા:
  43. અેક બાઉલ માં બટાકા, પનીર, મીઠું,ગરમ મસાલા,ચાટ મસાલા,લીલા મરચાં સમારેલ લઈ નાના કદના બૉલ્સ બનાવો
  44. કોર્નફલોર ને 1/2 કપ પાણીમાં નાંખી બૉલ્સ ને તેમાં ડૂબાડી પાપડ ના ભૂકા માં રોલ કરો
  45. અપ્પમ પેનને ગરમ કરો
  46. તેમાં તેલ લગાઈ બૉલ્સ મૂકી બન્ને બાજુઓથી સોનેરી રંગ ના શેકો
  47. પિરસતી વખતે ત્રણેય ગ્રેવીને તિરંગા ના રંગ સમાન ગોઠવી પનીર બટાકા ના બૉલ્સ મૂકી ચીઝ અને વટાણા મૂકી પિરસો
  48. તિરંગા વેજ તૈયાર છે રોટી રાઈસ જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર