Photo of Damaloo by Bharti Khatri at BetterButter
342
6
0.0(0)
0

દમઆલુ

Dec-07-2018
Bharti Khatri
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દમઆલુ રેસીપી વિશે

દમઆલુ સૌથી વધુ બાળકો ને ખુબ પસંદ આવે છે કારણ કે તે નાની બટાકી થી બનાવેલ હોય છે અને તેના માટે રેડ ગ્રેવી મા મા બનાવાય છે અને રેડ ગ્રેવી સૂકા મસાલા,ડુંગળી, ટામેટા,લસણ,આદુ, તજ,લવિંગ, માખણ, મલાઈ, કાજૂ,ખસખસ,મગજતરી ના બીજ, કસૂરી મેથી બધો જ મસાલો પીસી ને રેડ ગ્રેવી બનાવી તેમા નાની બટાકી છોલીને તળીને રેડ ગ્રેવી મા નાખીને લાજવાબ, સ્વાદિષ્ટ દમઆલુ બનાવેલ છે આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ઉકાળવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪૦૦ ગ્રામ નાની બટાકી
  2. રેડ ગ્રેવી માટે :-
  3. ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. ૨૦ ગ્રામ જેટલુ આદુ
  5. ૧૦ થી ૧૨ કળી લસણ
  6. ૩ ડુંગળી ની પેસ્ટ
  7. ૨ ચમચી ગરમ મસાલો
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  10. ૩ લવિંગ
  11. ૨ ટૂકડો તજ
  12. ૧ ચમચી કસૂરી મેથી
  13. ૧ ચમચો ઝીણી કાપેલી કોથમીર
  14. ૨ ચમચો મલાઈ
  15. ૧૦૦ ગ્રામ કાજુ, મગજતરી ના બીજ અને ખસખસ ને પીસી ને પાવડર કરેલ
  16. ૩ ટામેટા ની પ્યોરી
  17. ૨૫ થી ૩૦ ગ્રામ જેટલુ માખણ
  18. મીંઠુ સ્વાદમુજબ
  19. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. નાની બટાકી છોલીને કાંટા ચમચી થી કાણા પાડી લેવા.
  2. હવે તેને હળદર, મીંઠા ના પાણી ૨૦ થી ૨૫ મિનિટ સુધી રાખવા.
  3. હવે તેને ગરમ તેલ મા તળી લેવી.
  4. આ રીતે થોડા બ્રાઉન થાય એ રીતે તળી લેવા.
  5. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા આદુ મરચા લસણ વાટેલા અને તજ લવિંગ વાટી ને પાઉડર કરેલ નાખી ને સાતળવું. હવે ડુંગળી ની પેસ્ટ નાખીને સાતળવુ. પછી ટોમેટો પ્યોરી નાખીને બરાબર સાતળવું. પછી લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર,ગરમ મસાલો અને મીંઠુ નાખી ને બરાબર શેકી લેવુ.
  6. આ રીતે કાજુ, મગજતરી ના બીજ અને ખસખસ નો પાઉડર કરી પાણી મા ઓગળી લેવો.
  7. હવે તેમા માખણ અને કાજુ, મગજતરી ના બીજ અને ખસખસ નો પાઉડર કરી પાણી મા ઓગળી ને નાખવો.
  8. હવે તેમા તળેલી નાની બટાકી નાંખીને કસૂરી મેથી નાખી જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરી ઉકાળવું.
  9. હવે ઝીણી કાપેલી કોથમીર અને મલાઈ મિક્સ કરી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર