હોમ પેજ / રેસિપી / મેથી મટર મલાઈ

Photo of Methi Mutter Malai by Leena Sangoi at BetterButter
449
7
0.0(0)
0

મેથી મટર મલાઈ

Dec-07-2018
Leena Sangoi
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર મલાઈ રેસીપી વિશે

મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ છે મેથી મટર મલાઇ. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ સમારેલી મેથીની ભાજી
  2. ૩/૪ કપ બાફેલા લીલા વટાણા
  3. મીઠું , સ્વાદાનુસાર
  4. ૩ ટેબલસ્પૂન તેલ
  5. ૧/૨ ટીસ્પૂન જીરૂ
  6. ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
  7. ૧ ૧/૪ કપ દૂધ
  8. એક ચપટીભર સાકર
  9. ૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
  10. પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને) ૧/૪ કપ મોટા સમારેલા કાંદા
  11. ૪ લીલા મરચાં , સમારેલા
  12. આદૂનો ટુકડો
  13. ૩ લસણની કળી
  14. ૧ ટેબલસ્પૂન કાજૂના ટુકડા
  15. ૨ ટીસ્પૂન ખસખસ
  16. સૂકો મસાલા પાવડર તૈયાર કરવા માટે (હલકું શેકીને પીસવું)  તજનો ટુકડો
  17. ૪ લવિંગ
  18. ૨ એલચી
  19. ૪ કાળા મરી
  20. ૧ ટીસ્પૂન જીરૂ

સૂચનાઓ

  1. મેથીની ભાજી ધોઇ તેની પર ૧/૨ ટીસ્પૂન મીઠું છાંટી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી તેને દબાવી નિચોવીને પાણી કાઢી નાંખો.
  2. એક કઢાઇમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીની ભાજી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાંથી મેથીની ભાજી કાઢી બાજુ પર રાખો.
  5. એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  6. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  7. સૂકો મસાલાનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  8. છેલ્લે તેમાં લીલા વટાણા, સાંતળેલી મેથી, દૂધ, સાકર, મીઠું, તાજું ક્રીમ અને લગભગ ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર