હોમ પેજ / રેસિપી / લાલ કરી

Photo of Lal kari by Hetal Sevalia at BetterButter
10
7
0.0(0)
0

લાલ કરી

Dec-08-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાલ કરી રેસીપી વિશે

એક પારસી ડીશ છે. જે ઈઝી હોવા છતાં ખૂબજ ટેસ્ટી અને ફલેવર ફૂલ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પારસી
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 ચમચી જીરું
  2. 1 ચમચી આખા ધાણા
  3. 1 ચમચી મગજતરી
  4. 1 ચમચી ખસખસ
  5. 1 ચમચી શીગદાણા
  6. 1 ચમચી દાળીયા
  7. 5 સૂકા લાલ મરચાં
  8. 1/4 વાટી લીલું નાળિયેર
  9. 250 ગ્રામ ટામેટાં
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચી લાલ મરચું
  12. 4-5 ચમચી તેલ
  13. થોડા લીમડાના પાન
  14. 1 બટાકા ના મિડીયમ ટુકડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સર જાર માં જીરું, ધાણા, ખસખસ, મગજતરી, દાળીયા, શીગદાણા, સૂકા મરચાં લઈ બારીક પાવડર કરી લો.
  2. હવે બીજા જાર માં નાળિયેર અને ટામેટાં ઉમેરી એકદમ ફાઈન સ્મૂથ પેસ્ટ કરો.
  3. હવે એક કઢાઈમાં તેલ મૂકી લીમડો ઉમેરો. તેમાં સૂકી સામગ્રી ઉમેરો.2 મિનિટ સાતળો.
  4. સુગંધ આવે એટલે ટામેટાં નાળિયેર ની પેસ્ટ ઉમેરો.સાતળો. ચોટવા લાગે એટલે 2 ગ્લાસ પાણી ઉમેરો.
  5. મીઠું , લાલ મરચું અને બટાકા ઉમેરો. એક ઉબાલ આવે એટલે ધીમા તાપ ઢાંકી નેે 2૦ મિનિટ સુધી થવા દો.બટાકા પણ ચડી જશે અને તેલ પણ છૂટી જશે.મિડીયમ થીકનેસ રાખવી.
  6. ગરમાગરમ કરી રાઈસ અને સલાડ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર