હોમ પેજ / રેસિપી / પિંડી ચણા

Photo of Pindi Chana by Rani Soni at BetterButter
461
9
0.0(0)
0

પિંડી ચણા

Dec-08-2018
Rani Soni
480 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિંડી ચણા રેસીપી વિશે

હોટલમાં તો અનેકવાર પંજાબી પિંડી ચણા ટેસ્ટ કર્યા હશે આ ડિશ પસંદ પણ આવી હશે. પણ તેનાથી પણ સારુ રહેશે કે તમે આ લઝીજ ડિશને ઘરે જ બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઉત્તર ભારતીય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કાબુલી ચણા
  2. 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  3. 2 લીલા મરચાં લાંબા સમારેલ
  4. 2 ડુંગળી સમારેલ
  5. 2 ટામેટા ની પ્યુરી
  6. બે મોટી ઈલાયચી
  7. 1 તજપાન
  8. 1/2 ટુકડો તજ
  9. 1 ટી બેગ 1 ચમચી કોથમીર
  10. 1 ચમચી ધાણા જીરુ પાવડર
  11. 1 1/2 ચમચી છોલા મસાલા
  12. 1 ચમચી લાલ મરચાંનો પાવડર
  13. 1 ચમચી ગરમ મસાલો
  14. 1/2 ચમચી આમચૂર પાવડર
  15. સ્વાદમુજબ મીઠું
  16. 4 ચમચી તેલ
  17. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. કાબુલી ચણા ને 7-8 કલાક પાણી માં પલાળો
  2. કૂકરમાં જરુરમુજબ પાણી સાથે કાબુલી ચણા નાખો
  3. તેમા ટી -બેગ ,મોટી ઈલાયચી, તજ,તજપાન નાંખી કૂકરનુ ઢાકણ લગાવો
  4. ગેસ પર ચણા બાફવા માટે મુકો
  5. 2-3 સીટી પછી ગેસ બંધ કરો
  6. કૂકરનું ઢાકણ ખોલો અને સૌથી પહેલા ચણામાંથી ટી બેગ પોટલી કાઢી નાખો
  7. ત્યારબાદ ગેસ પર એક કડાહીમાં તેલ ગરમ કરવા મૂકો
  8. હવે તેમા આદુ, લસણ, લીલા મરચાં અને ડુંગળી નાખીને મધ્યમ તાપ પર ફ્રાઈ કરો
  9. જ્યારે રંગ સોનેરી થઈ જાય તે સમયે તેમા ટામેટાની પ્યુરી નાખીને સાંતળો
  10. 5 મિનિટ સુધી થવા દો
  11. હવે ગ્રેવીમાં ધાણા જીરુ,ગરમ મસાલો, લાલ મરચુ પાવડર, છોલા મસાલા ,આમચૂર અને મીઠુ નાખીને એક મિનિટ સુધી સાંતળો
  12. હવે બાફેલા ચણા પાણી સાથે ગ્રેવીમાં નાખીને મિક્સ કરો
  13. મધ્યમ તાપ પર 7-8મિનિટ સુધી પકવો
  14. જ્યારે ગ્રેવી અને ચણા સારી રીતે મિક્સ થઈને થોડી ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી દો
  15. મસાલેદાર લઝીઝ પીંડિ ચણા તૈયાર છે સલાડ અને રોટી જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર