BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગટે કી કઢી

Photo of Gatte ki kadhi by Dr.Kamal Thakkar at BetterButter
0
6
0(0)
0

ગટે કી કઢી

Dec-10-2018
Dr.Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગટે કી કઢી રેસીપી વિશે

આ એક રાજસ્થાની કઢી છે જેમાં બેસન ના गट्टा બનાવિને કઢી માં નાખવાના હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ગટટા માટે:
  2. બેસન 1 કપ
  3. હળદર ૧/૨ નાની ચમચી
  4. લાલ મરચું ૧/૨ નાની ચમચી
  5. મીઠું
  6. દહીં ૨ મોટી ચમચી
  7. તેલ ૨ મોટી ચમચી
  8. કઢી માટે:
  9. દહીં ૧ & ૧/૨ કપ
  10. પાણી ૧ & ૧/૨ કપ
  11. મીઠું
  12. હળદર ૧/૨ ચમચી
  13. મરચું ૧ ચમચી
  14. ધાણાજીરું ૧ મોટી ચમચી
  15. ઘી ૧ મોટી ચમચી
  16. જીરું ૧ નાની ચમચી
  17. રાય ૧/૨ નાની ચમચી
  18. હિંગ ૧/૨ નાની ચમચી
  19. એલચો ૧
  20. લવિંગ ૨
  21. તમાલ પત્ર ૧
  22. સૂકા લાલ મરચાં ૨
  23. તજ ૧ નાનો ટુકડો
  24. કોથમીર

સૂચનાઓ

  1. પેહલા ગટટા માટે બધી સામગ્રી લઈને લોટ બાંધી લેવો.
  2. એક તપેલા માં એક લિટર પાણી લઇ લો.
  3. લોટ માં થી નાના લુઆ લઈને લાંબા રોલ બનાવો અને ઉકળતા પાણી માં નાખો.
  4. માધ્યમ આંચ પાર ૧૦-૧૨ મિનિટ ચડવા દો.પાકી જશે એટલે બધા રોલ ઉપર તરવા મંડશે.
  5. પાણી માં થી તૈયાર રોલ કાઢી ને ઠંડા થવા દો.પછી ૧/૨ ઇંચ ના ટુકડા કાપી લો.
  6. હવે દહીં,હલદર,મરચું,ધાણાજીરું,મીઠું ભેગું કરીને મિલવા લો.પાણી ઉમેરીને બ્લેન્ડર ફેરવી દો.
  7. વઘાર માસ્ટ ઘી ગરમ કરીને એમાં જીરું,રાઈ, હિંગ નાખો.
  8. પછી લવિંગ,તમાલ પત્ર, એલચો,તજ ને સૂકા લાલ મરચાં નાખો.
  9. આ વઘાર કાઢી માં નાખી ને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે કાપેલા ગટટા નાખી ને ૧૦-૧૫ મિનિટ ઉકળવા દો.
  10. છેલ્લે કોથમીર નાખીને ગરમ ભાત જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર