લીલા લસણ ની કઢી | Lila Lasan Ni Kadhi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  10th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lila Lasan Ni Kadhi by Rani Soni at BetterButter
લીલા લસણ ની કઢીby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    12

    મીની
  • પીરસવું

    3

    લોકો

7

0

લીલા લસણ ની કઢી વાનગીઓ

લીલા લસણ ની કઢી Ingredients to make ( Ingredients to make Lila Lasan Ni Kadhi Recipe in Gujarati )

  • 400 ગ્રામ દહીં
  • 4 ચમચી ચણાનો લોટ
  • 4-5 ચમચી લીલું લસણ સમારેલ
  • 1/2 ડુંગળી સમારેલ
  • ચપટી હળદર પાવડર
  • ચપટી હિંગ
  • સ્વાદમુજબ મીઠું
  • 4 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ અને જીરું
  • 2 ચમચી આદુ, લસણ અને લીલા મરચાં પેસ્ટ
  • 1/2 નાની ચમચી મેથી દાણા
  • 2-3 સૂકા લાલ મરચાં
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • 7-8 તાજા કરી પાંદડા
  • 2 ચમચી કોથમીર

How to make લીલા લસણ ની કઢી

  1. અેક કડાઈ માં 2 ચમચી ઘી ગરમ કરો
  2. તેમાં રાઈ અને જીરું, મેથી દાણા ઉમેરો
  3. તાજા કરી પાંદડા ઉમેરો
  4. હવે આદુ, લસણ અને લીલા મરચાં પેસ્ટ ઉમેરો અને સાંતળો
  5. હવે લીલું લસણ ઉમેરો
  6. ડુંગળી ઉમેરો અને થોડી મિનિટો માટે સાંતળો
  7. એક બાઉલ માં દહીં ચણાનો લોટ, મીઠું, હળદર અને હિંગ ઉમેરો
  8. જરુરમુજમ પાણી ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  9. જેથી દહીં મિશ્રણમાં કોઈ ગઠ્ઠો ના રહે
  10. હવે દહીં ના મિશ્રણ ને તેમાં ઉમેરો
  11. મીઠું ઉમેરો
  12. જો મિશ્રણ થોડું જાડું હોય તો થોડું પાણી ઉમેરો
  13. કઢી ને 8-10 મિનિટ માટે ઉકાળો
  14. તડકા તૈયાર કરવા :
  15. એક નાના પેનમાં ઘી ગરમ કરો જીરું ઉમેરો,સૂકા લાલ મરચાં ઉમેરો,લાલ મરચું પાવડર ઉમેરો અને આ તડકો કઢી ઉપર નાંખો
  16. લીલા લસણ ની કઢી તૈયાર છે
  17. કોથમીર નાંખો ખિચડી સાથે પિરસો

Reviews for Lila Lasan Ni Kadhi Recipe in Gujarati (0)