હોમ પેજ / રેસિપી / લીલા લસણ ની કઢી

Photo of Lila Lasan Ni Kadhi by Rani Soni at BetterButter
1308
11
0.0(0)
0

લીલા લસણ ની કઢી

Dec-10-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા લસણ ની કઢી રેસીપી વિશે

કઢી અને ખિચડી દરેકને પસંદ હોય છે.કઢીને વધુ ટેસ્ટી બનાવવા લીલા લસણ નો ઉપયોગ કયો છે તો બનાવો આ સ્વાદિષ્ટ કઢી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 400 ગ્રામ દહીં
  2. 4 ચમચી ચણાનો લોટ
  3. 4-5 ચમચી લીલું લસણ સમારેલ
  4. 1/2 ડુંગળી સમારેલ
  5. ચપટી હળદર પાવડર
  6. ચપટી હિંગ
  7. સ્વાદમુજબ મીઠું
  8. 4 ચમચી ઘી
  9. 1 ચમચી રાઈ અને જીરું
  10. 2 ચમચી આદુ, લસણ અને લીલા મરચાં પેસ્ટ
  11. 1/2 નાની ચમચી મેથી દાણા
  12. 2-3 સૂકા લાલ મરચાં
  13. 2 ચમચી લાલ મરચું પાવડર
  14. 7-8 તાજા કરી પાંદડા
  15. 2 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. અેક કડાઈ માં 2 ચમચી ઘી ગરમ કરો
  2. તેમાં રાઈ અને જીરું, મેથી દાણા ઉમેરો
  3. તાજા કરી પાંદડા ઉમેરો
  4. હવે આદુ, લસણ અને લીલા મરચાં પેસ્ટ ઉમેરો અને સાંતળો
  5. હવે લીલું લસણ ઉમેરો
  6. ડુંગળી ઉમેરો અને થોડી મિનિટો માટે સાંતળો
  7. એક બાઉલ માં દહીં ચણાનો લોટ, મીઠું, હળદર અને હિંગ ઉમેરો
  8. જરુરમુજમ પાણી ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  9. જેથી દહીં મિશ્રણમાં કોઈ ગઠ્ઠો ના રહે
  10. હવે દહીં ના મિશ્રણ ને તેમાં ઉમેરો
  11. મીઠું ઉમેરો
  12. જો મિશ્રણ થોડું જાડું હોય તો થોડું પાણી ઉમેરો
  13. કઢી ને 8-10 મિનિટ માટે ઉકાળો
  14. તડકા તૈયાર કરવા :
  15. એક નાના પેનમાં ઘી ગરમ કરો જીરું ઉમેરો,સૂકા લાલ મરચાં ઉમેરો,લાલ મરચું પાવડર ઉમેરો અને આ તડકો કઢી ઉપર નાંખો
  16. લીલા લસણ ની કઢી તૈયાર છે
  17. કોથમીર નાંખો ખિચડી સાથે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર