હોમ પેજ / રેસિપી / વેજ. કોલ્હાપુરી

Photo of Veg. Kolhapuri by Purvi modi at BetterButter
368
4
0.0(0)
0

વેજ. કોલ્હાપુરી

Dec-11-2018
Purvi modi
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ. કોલ્હાપુરી રેસીપી વિશે

આ સબ્જી માં સૂકા મસાલા, તેજાના અને કોપરાના છીણનો ઉપયોગ કરીને ફલેવરફુલ મસાલો તૈયાર કરવામાં આવે છે. ટામેટા, ડુંગળી અને લસણની ગ્રેવી માં બનતી આ સબ્જી બધાને પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. મસાલા માટે:-
  2. આખા ધાણા ૧ ટી સ્પૂન
  3. જીરું ૧ ટી સ્પૂન
  4. તલ ૨ ટી સ્પૂન
  5. ખસખસ ૨ ટી સ્પૂન
  6. કાશ્મીરી લાલ મરચાં ૪-૫
  7. તજના નાના ટુકડા ૨-૩
  8. લવિંગ ૩-૪
  9. લીલી ઈલાયચી ૩
  10. મોટી ઈલાયચી ૧
  11. કોપરાનું છીણ ૨ ટેબલસ્પૂન
  12. અન્ય સામગ્રી:-
  13. તેલ+ઘી ૩+૩ ટી સ્પૂન
  14. સમારેલી ડુંગળી ૨
  15. ૩ ટામેટા ની પ્યુરી
  16. ૧ ટી સ્પૂન વાટેલું લસણ
  17. ૧ કેપ્સિકમ ( નાનું)
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. ૧/૨ ટી સ્પૂન હળદર
  20. ૧ ગાજર
  21. ૧ બટાકુ
  22. ૮-૧૦ ફણસી
  23. ૧/૪ કપ સમારેલુ ફ્લાવર
  24. ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ સામગ્રી માં દર્શાવેલ બધા મસાલાને શેકી લો. તેમાં કોપરાનું છીણ ઉમેરી ને તેને થોડું શેકી લો.
  2. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લો.
  3. હવે ગાજર, બટાકુ, ફણસી, ફ્લાવર ના ટુકડા કરી ઉકળતા પાણીમાં બાફી લો.
  4. એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરો.
  5. ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને વાટેલું લસણ ઉમેરીને સાંતળો.
  6. ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી અને સમારેલું કેપ્સીકમ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  7. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરો.
  8. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  9. હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો. લગભગ એક કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને ૪-૫ સુધી થવા દો. સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજ. કોલ્હાપુરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર