હોમ પેજ / રેસિપી / ઔષધીય ગોળની કઢી

Photo of Jaggery curry by Varsha Joshi at BetterButter
613
6
0.0(0)
0

ઔષધીય ગોળની કઢી

Dec-11-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઔષધીય ગોળની કઢી રેસીપી વિશે

આ ગોળની કઢી શરદીમાં ખુબ જ અકસીર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફીણવું
  • ઉકાળવું
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૫૦ ગ્રામ ગોળ
  2. ૨ ચમચી ઘંઉ નો ઝીણો લોટ
  3. અડધી ચમચી સૂઠ પાવડર
  4. ૨ ચમચી ઘી
  5. મીઠું સ્વાદનુસાર
  6. એક ચમચી લાલ મરચું પાવડર
  7. હળદર પાવડર
  8. વઘાર માટે મીઠા લીમડાના પાન
  9. તજ
  10. લવિંગ
  11. એક ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ એક બાઉલમાં ગેસ પર પાણીમાં ગોળ નાખી ઊકાળો
  3. બરાબર ઊકળે એટલે નીચે ઊતારી લો
  4. ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી ઘંઉ નો લોટ શેકો
  5. ઘંઉ નો લોટ બદામી રંગનો થાય એટલે તેમાં ગોળવાળુ ઊકાળેલુ પાણી નાખો
  6. ધીમી આચ પર ઊકાળો
  7. ઊકળે એટલે તેને નીચે ઊતારી લો
  8. ત્યારબાદ વઘારિયામા એક ચમચી ઘી ગરમ કરો
  9. તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ અને મીઠા લીમડાના પાન ઊમેરો
  10. વઘારેલ ઘી ઘંઉ ના લોટ અને ગોળવાળા પાણીમાં ઊમેરી દો.તેમાં મીઠું, મરચું પાવડર, હળદર ઊમેરો
  11. ત્યારબાદ ગેસ બંધ કરી અને એક બાઊલમા આ કઢી કાઢીને ઉપર સૂઠનો પાવડર ભભરાવો
  12. એક બાઊલમા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર