હોમ પેજ / રેસિપી / શાહી ટોફુ

Photo of Shahi tofu by Kamal Thakkar at BetterButter
942
7
0.0(0)
0

શાહી ટોફુ

Dec-11-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ટોફુ રેસીપી વિશે

આ એક મુઘલાઈ ડીશ છે જેમાં મેં સફેદ ગ્રેવી બનાવિને એમાં પનીર ની બદલે ટોફુ(સોયા પનીર) ઉમેર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ટોફુ ૨૫૦ ગ્રામ
  2. ડુંગળી ૨
  3. કાજુ ૮-૧૦
  4. મગજતરી ના બી ૧ મોટી ચમચી
  5. દહીં ૧/૨ કપ
  6. મલાઈ ૨ મોટી ચમચી
  7. તેલ ૨ મોટી ચમચી
  8. જીરું ૧ નાની ચમચી
  9. હિંગ ૧/૪ નાની ચમચી
  10. તજ ૧ ટુકડો
  11. લવિંગ ૩
  12. તમાલ પત્ર ૧
  13. એલચી ૨
  14. આદુ મરચા લસણ નું પેસ્ટ ૨ નાની ચમચી
  15. મીઠું સ્વાદાનુસાર
  16. કાળા મરી ૧ નાની ચમચી
  17. ગરમ મસાલો ૧/૨ નાની ચમચી
  18. કસૂરી મેથી ૧/૨ નાની ચમચી

સૂચનાઓ

  1. પેલા ટોફુ ના નાના ટુકડા કરી લો.
  2. એક કઢાઈ મેં બે ચમચી તેલ ગરમ કરો.એમાં આ ટોફુ ને તળી લો
  3. બધુજ ટોફુ તળીને બાજુ માં મુકો.
  4. ડુંગળી ને મોટા ટુકડા માં સમારીને ૧/૨ કપ પાણી મૂકીને બાફો.
  5. ૧૦-૧૨ મિનિટ માં થઈ જશે.પછી આને ઠંડી થવા દો.
  6. મિક્સર માં આ ડુંગળી અને અર્ધો કલાક પલાળેલા કાજુ અને મગજતરી ના બી નાખો.
  7. આની એકદમ મુલાયમ પેસ્ટ બનાવો.
  8. હવે કઢાઈ માં તેલ મૂકીને એમ તજ,લવિંગ,તમાલ પત્ર,એલચી ઉમેરો.
  9. એક મિનિટ સાંતળો અને જીરું ને હિંગ ઉમેરો.
  10. સફેદ પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે ૪-૫ મિનિટ સાંતળો.
  11. આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
  12. ગ્રેવી માં થી તેલ છૂટું પડે એટલે થોડું થોડું દહીં ઉમેરો અને હલાવો.
  13. બધું દહીં નાખીને બે મિનિટ થવા દો.મીઠું અને કાળા મારી ઉમેરો.
  14. અર્ધો કપ પાણી નાખો.ગરમ મસાલો ને કસુરી મેથી ઉમેરો.
  15. ગ્રેવી ઉકળે એટલે એમાં ટોફુ ના ટુકડા ઉમેરો.
  16. ઢાંકીને ૩-૪ મિનિટ ચડવા દો.છેલ્લે મલાઈ ઉમેરો.હલાવિને ગેસ બંદ કરો.
  17. ગરમાગરમ શાહી ટોફુ રોટલી,પરોઠા,નાન અથવા ભાત સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર