હોમ પેજ / રેસિપી / પનીર બટર મસાલા

Photo of Paneer Butter masala by Avani Desai at BetterButter
934
5
0.0(0)
0

પનીર બટર મસાલા

Dec-12-2018
Avani Desai
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટર મસાલા રેસીપી વિશે

પનીર બટર મસાલા એક રીચ ઞે્વી વાળી ડિશ છે, જેમાં બટર, કી્મ અને કાજુ નો ઉપયોગ થાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 200 ઞા્મ પનીર
  2. 4 ટામેટા
  3. 3 ડુંગળી
  4. 4 લસણ ની કળી
  5. 1 નાનો ટુકડો આદુ
  6. 2 ટેબલ સ્પૂન કાજુ
  7. 1 ટેબલ સ્પૂન મગજતરી
  8. 1/2 ટી સ્પૂન એલચી ના દાણા
  9. 1/2 કપ હુંફાળુ પાણી
  10. 1 ટેબલ સ્પૂન લાલમરચુ પાવડર
  11. 1 ટેબલ સ્પૂન કિચન કિન્ગ મસાલો
  12. 1/2 કપ કી્મ
  13. 1/4 ટી સ્પૂન હળદર
  14. 2 ટી સ્પૂન કસુરી મેથી
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1/2 ટી સ્પૂન ખાંડ
  17. 1 ટી સ્પૂન તેલ
  18. 2 ટેબલ સ્પૂન બટર
  19. 1/2 કપ અથવા જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. ગે્વી બનાવવા માટે: હુંફાળા પાણી માં કાજુ અને મગજતરી 1/2 કલાક પલાળી રાખો.
  2. હવે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરો. તેમાં લીલુ મરચુ,લસણ,આદુનો ટુકડો સાતળો.
  3. તેમાં ડુંગળી અને ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળો.બીજા બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો.
  4. પલાળેલા કાજુ અને મગજતરી માં એલચી ના દાણા ઉમેરી પેસ્ટ વાટી લો.
  5. સાતળેલા ડુંગળી, ટામેટાં ની પ્યૂરી બનાવો.
  6. હવે એક કઢાઈમાં બટર લો,તેમાં ટામેટાં- ડુંગળી ની પ્યુરી ઉમેરો.તેમાં હળદર અને મીઠું નાખી 2 થી 5 મિનિટ થવા દો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરવુ.
  7. હવે તેમાં કાજુ- મગજતરી ની પેસ્ટ ઉમેરી થોડું પાણી ઉમેરી 5 મિનિટ થવા દો.
  8. હવે લાલ મરચું પાવડર, કિચન- કિન્ગ મસાલો ,ખાન્ડ અને કસુરીમેથી નાખી બરાબર મિક્ષ કરો.
  9. છેલ્લે પનીર ના ટુકડા અને કી્મ નાખી લીલી કોથમીર થી સજાવી પીરસો.
  10. પનીર બટર મસાલા તંદૂરી રોટી, નાન,પરોઠા કે રાઈસ સાથે પીરસી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર