હોમ પેજ / રેસિપી / પ્યાઝ કી કઢી

Photo of Pyaj kadhi by Rani Soni at BetterButter
358
7
0.0(0)
0

પ્યાઝ કી કઢી

Dec-12-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પ્યાઝ કી કઢી રેસીપી વિશે

પ્યાઝ કી કઢી રેસીપી એ વાનગી બનાવવી સરળ છે. તે ઘણાં ઓછા સામાન નો ઉપયોગ કરી જલદી બની જતી કઢી છે રેસીપીમાં ડબલ તડકા કઢીમાં એક સ્વાદિષ્ટ સ્વાદ ઉમેરે છે.જેને મસાલા ખિચડી જોડે પિરસી છે.તમે બાજરી ની રોટલી પણ પિરસી શકો છો.રાઈસ સાથે પણ સરસ સ્વાદ આપશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ દહીં
  2. 2 ચમચી ચણાનો લોટ
  3. 1 મોટી ડુંગળી સમારેલ
  4. ચપટી હળદર પાવડર
  5. ચપટી હિંગ
  6. સ્વાદમુજબ મીઠું
  7. 4 ચમચી ઘી
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 નાની ચમચી મેથીદાણા
  10. 2 ચમચી આદુ અને લીલા મરચાં પેસ્ટ
  11. 2 સૂકા લાલ મરચાં
  12. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  13. 7-8 તાજા કરી પાંદડા
  14. 2 ચમચી કોથમીર
  15. 1 ખિચડી નો બનાવેલ બોલ
  16. 1/2 નાની ચમચી મેથી મસાલો
  17. 1 તળેલી ડુંગળી ની રીંગ

સૂચનાઓ

  1. અેક કડાઈ માં 2 ચમચી ઘી ગરમ કરો
  2. તેમાં રાઈ ,મેથીદાણા ઉમેરો
  3. તાજા કરી પાંદડા ઉમેરો હવે આદુ અને લીલા મરચાં પેસ્ટ ઉમેરો
  4. હવે ડુંગળી ઉમેરો અને થોડી મિનિટો માટે સાંતળો
  5. એક બાઉલ માં દહીં ચણાનો લોટ, મીઠું, હળદર અને હિંગ ઉમેરો
  6. જરુરમુજમ પાણી ઉમેરો અને સારી રીતે મિકસ કરો જેથી દહીં મિશ્રણમાં કોઈ ગઠ્ઠો ના રહે
  7. હવે દહીં ના મિશ્રણ ને તેમાં ઉમેરો મીઠું ઉમેરો
  8. કઢી ને 8-10 મિનિટ માટે ઉકાળો કઢી તૈયાર છે
  9. તડકા તૈયાર કરવા : એક નાના પેનમાં ઘી ગરમ કરો સૂકા લાલ મરચાં ઉમેરો,લાલ મરચું પાવડર ઉમેરો તડકો તૈયાર છે
  10. ખિચડી ના બનાવેલ બોલ ઉપર મેથી મસાલો નાંખો હાથ થી બોલ પ્રેસ કરો જેથી મસાલો બરાબર ચોંટી જાય
  11. સવિંગ પ્લેટ લો તેમાં 4 ચમચી ડુંગળી ની કઢી મૂકો બનાવેલ ખિચડી બોલ મૂકો. ડુંગળી ની રીંગ મૂકો. ઉપર બનાવેલ તડકો મૂકો કોથમીર નાંખી પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર