હોમ પેજ / રેસિપી / છોલે ચણા મસાલા

Photo of Chhole Chana Masala by Bharti Khatri at BetterButter
1064
5
0.0(0)
0

છોલે ચણા મસાલા

Dec-12-2018
Bharti Khatri
360 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે ચણા મસાલા રેસીપી વિશે

છોલે મસાલા પંજાબી વાનગી છે. તેની સાથે કુકર મા ચણાદાળ મિક્સ કરી ચા ની ભુક્કી અને કોકમ ની પોટલી મૂકી ને બાફી લઈ ડુંગળી, ટામેટા, સૂકુ કોપરુ, લસણ, આદુ, મરચા તજ,લવિંગ, મગજતરી ના બીજ, બધુ પીસી લઇને તેને ઘી તેલ ગરમ કરી શેકી બધો સૂકો મસાલો મિક્સ કરી બાફેલા ચણા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પ્રેશર કુક
  • પીસવું
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ છોલે ચણા
  2. ૨ ચમચા ચણા ની દાળ
  3. ૧ ચમચી ચા ની ભુક્કી
  4. ૪ થી ૫ કોકમ
  5. ૪ ડુંગળી
  6. ૩ ટામેટા
  7. ૮ થી ૧૦ કળી લસણ
  8. નાનો ટુકડો આદુ
  9. ૩ લીલા મરચા
  10. ૫ લવિંગ
  11. ૨ તજ ના ટુકડા
  12. ૮ થી ૧૦ મરી
  13. ૩ થી ૪ ઈલાયચી
  14. ૩ ચમચા મગજતરી ના બીજ
  15. ૧ અડધા કોપરા ની કાચલી
  16. ૧ ચમચી કસૂરી મેથી
  17. ૧/૨ ચમચી હળદર
  18. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  19. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  20. ૧ ચમચી ગરમ મસાલો
  21. ૧ ચમચો છોલે મસાલા પાઉડર
  22. ૨ ચમચા ઘી
  23. તેલ પ્રમાણસર
  24. ૨ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  25. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. છોલે ચણા અને ચણાદાળ ને ૪ થી ૫ કલાક ગરમ પાણી મા પલાળી રાખવા.
  2. હવે ચા ની ભુક્કી અને કોકમ ની પોટલી બનાવી તેને છોલે ચણા મા મુકી કુકર મા બાફવા મુકવા.
  3. હવે સૂકા કોપરાને છીણી લેવુ અને કડાઈ મા થોડુ લાલાશ પડતુ શેકી લેવુ અને મિક્સર મા પીસી લેવુ.
  4. હવે મિક્સર મા ડુંગળી, લસણ, લીલા મરચા, આદુ સાથે પીસી લેવા. ટામેટા ની પ્યોરી બનાવી લેવી તેને અલગ રાખવી.
  5. હવે તજ, લવિંગ અને ઈલાયચી ખાયણી મા વાટી લેવા. મગજતરી ના બીજ પણ મિક્સર મા ક્રશ કરી લેવા.
  6. હવે કડાઈ મા ઘી અને તેલ ગરમ કરી તેમા પીસેલા ડુંગળી, લસણ,લીલા મરચા, આદુ નાખવા અને તે લાલાશ પડતુ થાય ત્યા સુધી સાતળવુ.
  7. ઘી તેલ છુટા પડે એટલે તેમા કોપરુ,મગજતરી ના બીજ પીસેલા અને તજ લવિંગ ઈલાયચી વાટેલા મિક્સ કરવા.
  8. હવે તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, હળદર, છોલે મસાલો, કસૂરી મેથી, મીંઠુ બધો મસાલો મિક્સ કરી બરાબર સાતળી લેવો.
  9. હવે તેમા ટામેટા ની પ્યોરી મિક્સ કરી સાતળી લેવુ.
  10. હવે બાફેલા ચણા માથી ચા ની ભુક્કી અને કોકમ ની પોટલી મૂકી હતી તેને નીચોવી ને કાઢી લેવી. અને ચણા ને કડાઈ મા મિક્સ કરી જરૂર મુજબ પાણી મિક્સ કરી ઉકાળવુ.
  11. હવે બરાબર ઉકળી જાય એટલે છોલે ચણા મસાલા તૈયાર છે તેમા કોથમીર મિક્સ કરી પરોઠા, ભટુરા, પુરી કે પછી રાઈસ સાથે પીરસવા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર