હોમ પેજ / રેસિપી / લીલી ડુંગળી અને મેથી ની કઢી

Photo of SPRING ONION & FENUGREEK LEAVES KADHI by Deepa Rupani at BetterButter
968
5
0.0(0)
0

લીલી ડુંગળી અને મેથી ની કઢી

Dec-12-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી ડુંગળી અને મેથી ની કઢી રેસીપી વિશે

ખાટી, થોડી જાડી અને લીલી ડુંગળી તથા મેથી ના સ્વાદ થી ભરપૂર એવી આ કઢી ને રોટલા સાથે ખાવા થી સ્વાદ વધી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સુધારેલી લીલી ડુંગળી
  2. 1 કપ સુધારેલી મેથી ભાજી
  3. 1/4 કપ સુધારેલું લીલું લસણ
  4. 4 ઝીણા સુધારેલા લીલા મરચા
  5. 2 કપ દહીં
  6. 2 tbsp બેસન
  7. 1 tsp હળદર
  8. 1 tsp જીરું
  9. 1 tbsp તેલ
  10. ચપટી હિંગ

સૂચનાઓ

  1. દહીં ને ગરમ કરી લો. પછી તેમાં બેસન અને એક કપ પાણી નાખી બ્લેન્ડ કરી લો..
  2. એક વાસણ માં તેલ ગરમ મૂકી, જીરું હિંગ નો વઘાર કરી, લીલી ડુંગળી, મેથી ભાજી, લીલું લસણ અને હળદર નાખી થોડી વાર સાંતળો
  3. પછી દહીં-બેસન વાળું મિશ્રણ પણ નાખો, સાથે મીઠું તથા લીલા મરચા પણ નાખી દો. સરખું ભેળવી, ઉકળવા દો.
  4. જરૂર પડે તો વધારે પાણી નાખવું, સામાન્ય કઢી કરતા આ કઢી જાડી સારી લાગે છે.
  5. રોટલા, ખીચડી સાથે ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર