હોમ પેજ / રેસિપી / Cheese kofta in dilkhush gravy

Photo of Cheese kofta in dilkhush gravy by Mayuri Vora at BetterButter
1327
5
0.0(1)
0

Cheese kofta in dilkhush gravy

Dec-12-2018
Mayuri Vora
900 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પાલક-3 પુરિયાં
  2. આદુ-1 મોટી ચમચી
  3. મરચા-1 મોટી ચમચી
  4. લસણ-1 મોટી ચમચી
  5. ફુદિનો-10 થી 12
  6. ટમેટા-4 નંગ
  7. ડુંગળી-2 નંગ
  8. કાજુ-15 નંગ (ગરમ પાણી માં પલાળી પેસ્ટ બનાવી)
  9. મરચુ પાઉડર-1 મોટી ચમચી
  10. હિંગ-1 નાની ચમચી
  11. હળદળ-1 મોટી ચમચી
  12. ધાનાજીરૂ-1 મોટી ચમચી
  13. મીઠું-સ્વાદ અનુસાર
  14. કિચન કીંગ મસાલા-1 મોટી ચમચી
  15. દહી-1 -મોટી ચમચી
  16. બટેટા-4 નંગ (નાના બટેટા)
  17. ચીઝ-2 ક્યુબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગ્રીન ગ્રેવી માટે એક કડાહી માં તેલ મૂકી તેમા હિંગ,લસણ,આદુ અને મરચા નાખો.
  2. ત્યાર બાદ તેમા પાલક નાખી મિક્સ કરો.
  3. પછી તેમા મીઠું,મરચું,ધાનાજીર,હળદળ નાખી મિક્સ કરો.
  4. પછી પાલક ચડી જાય ત્યાર બાદ ગેસ પરથી કડાહી ઉતારી તેને થંડુ થવા દો.
  5. થંડુ થયા પછી તેને પીસી લો.
  6. ત્યાર બાદ તેમા દહી મિક્સ કરો.
  7. હવે રેડ ગ્રેવી બનાવા માટે કડાહી માં તેલ મૂકી તેમા આદુ,મરચા,લસણ નો વઘાર કરી તેમા ડુંગળી વઘારો ગુલાબી થાય ત્યા સુધી ચડવા દો.
  8. ત્યાર પછી તેમા ટમેટા વઘારો.
  9. પછી તેમા મરચું,ધાનાજીર,મીઠું,હળદળ,કિચન કિંગ મસાલા નાખી મિક્સ કરો.
  10. પછી ટમેટા ચડી જાય ત્યા સુધી તેને હલાવતા રહો.
  11. ત્યાર પછી તેમા કાજુ ની પેસ્ટ ઉમેરો.
  12. પછી ગેસ બંધ કરી મિક્સ ને થંડુ થવા દો.
  13. થંડુ થયા પછી તેને પીસી ગ્રેવી બનાવી લો.
  14. હવે કોફ્તા બનાવા માટે બટેટા બાફી લો.
  15. ત્યાર પછી એક બાઉલમાં બટેટા,મીઠું અને હળદળ નાખી બટેટા નો મસાલો તયાર કરો.
  16. પછી તેના લુવા બનાવી તેમા વચે ચીઝ રાખી કોફ્તા તળી લો.
  17. હવે એક પ્લેટ મા પેહલા ગ્રીન ગ્રીવી પછી રેડ ગ્રેવી અને કોફ્તા રાખી પ્લેટિન્ગ તયાર કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Dec-12-2018
Jayshree Nair   Dec-12-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર