હોમ પેજ / રેસિપી / મશરુમ મટર કરી

Photo of Mushroom Matar Kari by Harsha Israni at BetterButter
342
9
0.0(0)
0

મશરુમ મટર કરી

Dec-13-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મશરુમ મટર કરી રેસીપી વિશે

આ ડીશમાં મશરુમ અને વટાણા લીધા છે .મશરુમમાં કેલ્શિયમ,આર્યન,વિટામીન-ડી ખૂબ જ પ્રમાણમાં હોય છે.મશરુમ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ મશરુમ
  2. ૫૦૦ ગ્રામ વટાણા
  3. ૧/૪ કપ કાજુ
  4. ગ્રેવી માટે -
  5. ૩-૪ નંગ ડુંગળી
  6. ૪ નંગ ટામેટા
  7. ૬-૭ કળી લસણ
  8. ૧ ટુકડો આદુ
  9. મીઠુ (સ્વાદ અનુસાર )
  10. ૧ ૧/૨ ટી-સ્પુન લાલ મરચુ પાવડર(કુમઠી મરચું )
  11. ૧ ટી-સ્પુન ગરમ મસાલો
  12. ૧/૪ ટી-સ્પૂન હળદર
  13. ૧ ટી-સ્પૂન પાવભાજી મસાલો
  14. ચપટી ઓરેન્જ / લાલ ખાવાનો રંગ
  15. વગાર માટે-
  16. તેલ
  17. ૧ ટુકડો તજ
  18. ૧ પત્તો તમાલપત્ર

સૂચનાઓ

  1. સૌ પહેલા ડુંગળીને લાંબી સમારી લો.એક પેનમાં એક ચમચ તેલ ગરમ કરી સમારેલી ડુંગળી,ટામેટા(આખા),લસણ,આદુ ને આછો સોનેરી રંગ થાય ત્યાં સુધી સાંતળો.ઠંડુ પડે ત્યારે મીકસરના જારમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.
  2. ત્યાર બાદ મશરુમને છોલીને લાંબા સમારી પાણીમાં મૂકો જેથી મશરુમ કાળા ન પડે.
  3. વટાણાને એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી પાંચ મિનિટ માટે સાંતળી લો.
  4. એક પેનમાં બે મોટા ચમચા તેલ ગરમ કરી તજ ,તમાલ પત્ર નાખી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાંતળો.તેલ છુટ્ટુ પડે ત્યારે હળદર,લાલ મરચા,ગરમ મસાલો,મીઠુ,પાવભાજી મસાલો અને અડધુ કપ પાણી ઉમેરી પાંચ મિનિટ ધીમી આંચે સાંતળો. ચપટી ઓરેન્જ રંગ ઉમેરી મીકસ કરો.તૈયાર છે ગ્રેવી.
  5. તૈયાર કરેલી ગ્રેવીમાં સમારેલા મશરુમ,સાતંળેલા વટાણા ,કાજુ ઉમેરી થોડી વાર ધીમી આંચે પકાવો.
  6. તૈયાર છે શાહી મશરુમ મટર કરી કોથમીર થી સજાવી નાન કે રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર